તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Mundra News At The Big Kapaya The Mining Department Conducted A Survey With A Drone Camera 032652

મોટા કપાયા ખાતે ખાણખનીજ ખાતાએ ડ્રોન કેમેરા વડે સર્વેક્ષણ હાથ ધર્યું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સમગ્ર જિલ્લામાં ખનીજ ચોરીએ માઝા મૂકી હોવાની અસંખ્ય ફરીયાદો બાદ આજે ખાણખનીજ ખાતાએ મુન્દ્રા તાલુકાના મોટા કપાયા મુકામે ડ્રોન કેમેરાની મદદથી સર્વેક્ષણ હાથ ધરી રેતી ઉપાડતા એક ટ્રેક્ટર ચાલકને જડપી લઇ ઔપચારીકતા પૂર્ણ કરી હતી.પ્રથમ ટ્રેક્ટર ડીટેઇન કરી સ્થાનિક પોલીસ સ્ટેશનમાં મૂકી દીધા બાદ હવે જે જગ્યાએથી રેતી ઉપાડવામાં આવતી હતી તેની માપણી કરી ટ્રેક્ટર માલીકને દંડ ફટકારવામાં આવશે. સમગ્ર ઘટનાક્રમથી માહિતગાર કરનાર ખાણખનીજ ખાતાના અંજાર સ્થિત અધિકારી અરુણ ઓઝાએ બપોર બાદ તાલુકાના પશ્ચિમ વિભાગમાં સર્વેક્ષણ હાથ ધરવામાં આવશે તે જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે તાલુકાના ઔદ્યોગિક વિકાસ બાદ રેતી-કપચીની જંગી માંગને પહોંચી વળવા ખનીજ માફિયાઓએ તાલુકાના 17થી વધારે ગામોને આવરી લેતી ભૂખી અને કેવડી નદીનો સોથ વાળી નાખ્યો છે. નદીમાં થોડા થોડા અંતરે 100 ફૂટથી વધારે ઊંડા અને મીટરો સુધી ખોદાયેલા અસંખ્ય ખાડાઓ નરી આંખે જોઈ શકાય છે.

આૈપચારિક કામગીરી જ ન બની રહે તે જોવું રહ્યું
ખાણખનીજ ખાતાની આજની આ કાર્યવાહી માત્ર ઔપચારીકતા બની રહેવાની ચર્ચા સમગ્ર પંથકમાં થઇ રહી છે. અતરંગ સૂત્રોના જણાવ્યા મુજબ ગઈકાલ સુધી સ્થાનિક નદીમાંથી રેતી ઉપાડતા ખનીજચોરો આજે આગોતરી જાણકારીને કારણે રજા પાડી આવતીકાલથી જૈસે થે મોડમાં આવી જશે.

અન્ય સમાચારો પણ છે...