તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નખત્રાણા તાલુકાના નેત્રા ગામે આવેલ ગુપ્તેશ્વર ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નખત્રાણા તાલુકાના નેત્રા ગામે આવેલ ગુપ્તેશ્વર ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે મુસ્લિમ યુવા સમિતી દ્રારા અખિલ કચ્છ મુસ્લિમ નાઇટ ક્રીકેટ ટુર્નામેન્ટનો ઇશાપીર દરગાહના વિકાસાર્થે આયોજન કરવામાં આવ્યો હતો તેર દિવસ સુધી ચાલેલી આ ટુર્નામેન્ટમાં ૪૨ ટીમોએ ભાગ લીધો હતો જેનો આજે આર.એમ.પી. ઇલેવન ભુજ અને સંગમ ઇલેવન વાયોર વચ્ચે જોરદાર ટકરાવ થયો હતો જેમા એમ.પી.આર. ભુજ એ ટોસ જીતીને બેટીંગ કરી હતી જેમાં તેણે સામેની હરીફ ટીમને ૧૨ ઓવર અને ૧ વિકેટે ૨૦૫નો ટાર્ગેટ આપ્યો હતો પરંતુ સનમ ઇલેવન આ ટાર્ગેટને પુરૂ પાડવામાં અસમર્થ રહી હતી અને એમ.પી.આર. ભુજની શાનદાર જીત થઇ હતી વિજેતા ટીમને અબ્દુલ ભજાણીયા તરફથી ૨૧ હજાર અને રનર્સઅપ ટીમને કુંભાર ઉમર મામદ તરફથી ૧૧ હજારનું પુરૂષ્કાર આપીને પ્રોત્સાહિત કર્યા હતા. અબડાસાના ધારાસભ્યની ગ્રાન્ટમાંથી રૂ - એક લાખ, નેત્રા ગ્રામપંચાયતની ગ્રાન્ટમાંથી બે લાખ, જિલ્લા પંચાયતની ગ્રાન્ટમાંથી પચાસ હજાર, તાલુકા પંચાયતની ગ્રાન્ટમાંથી બે લાખ ઇશાપીર દરગાહ અને મુસ્લિમ કબ્રસ્તાનની દિવાલના વિકાસ માટે આપવાની જાહેરાત ચુંટાયેલા પ્રતિનિધીઓ કરી હતી તદુપરાંત અન્ય લોકોએ પણ યથાશક્તિ મુંજબની દાનની સરવાણી વરસાવી હતી. આ પ્રસંગે ઇબ્રાહીમભાઇ હાલેપોત્રા, રફીકભાઇ મારા, અબ્દુલભાઇ ભજાણીયા, ઉંમરભાઇ કુંભાર, રાજુભાઇ પલણ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. અને ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...