તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માધાપર નજીક એકટીવા સવાર મહિલાના ગળામાંથી ચેઇન ખેચી બાઇકચાલક ફરાર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ અને તાલુકા વિસ્તારના ગામોમાં ચઇનની ચીલ ઝડપ લૂટ અને ચોરીના બનાવો પ્રતિદીન વધુ રહયા છે, તો આવા કેસોમાં સીસીટીવી ફુટેજ વીના પોલીસ પાંગળી સાબીત થતી હોય તેમ ગુનાઓનો તાગ મેળવા માટેની કોઇ જ નકર કળી મેળવી સકાતા નથી ભુજ શહેરની ભાગોળે સમી સાંજે અડધા જ કલાકમાં એક્ટિવા પર જતી મહિલાના ગળામાંથી ચાલતા વાહને બાઇક સવારે સોનાની ચેઈન ખેંચી લેતાં રાડા રાડ થઇ ગઇ હતી આસપાસથી લોકો દોડીને આવે તે પૂર્વે જ ગઢીયો વાહનથી હવામાં ઓગળી ગયો હતો. ચીલ ઝડપના બનાવને પગલે આ વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.

પોલીસે જણાવ્યું હતું કે, ચીલ ઝડપનો બનાવમાં શનિવારે સાંજે સાડા છ વાગ્યાથી સાત વાગ્યાના અરસામાં માધાપર તરફ જવાના રસ્તે વૃંદાવન પાર્કના બોર્ડ પાસે વળાંકા પર બન્યો હતો. ફરિયાદી ભુજના આરટીઓ સર્કલ પાછળ હીલ્યુ રેસીડેન્સી મકાન નંબર 124-127/2માં રહેતા પુનમબેન પવનભાઇ શર્મા (ઉ.વ.47) તથા તેમની દિકરી શિવાની બન્ને જણાઓ એકટીવા જી.જે.12 ડીએન 1865 પર જઇ રહયા હતા ત્યારે અચાનક પાછળથી કાળા કલરની બાઈક પર આવેલા એક અજાણ્યા યુવકે ચાલતા વાહને એક્ટિવા પાછળ બેઠેલી ફરિયાદીની દિકરી શિવાનીના ગળામાંથી સોનાની ચેઈન આશરે સવા તોલાની કિંમત અંદાજીત 22 હજારની ખેંચી નાશી છુટ્યો હતો.અચનક થયેલા હુમલોથી હેબતાયેલી માતા પુત્રીએ બુમા બુમ કરી મુકી હતી પરંતુ બાઇક સવાર રફુચકર થઇ ગયો હતો. બી ડિવિઝન પોલીસે મહિલાની ફરિયાદ નોંધી આગળની તપાસ પીએસઆઇ એમ એમ જોષીએ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ ચીલઝડપના અનેક બનાવો બન્યા છે જેમાં આરોપીઓ સુધી પહોંચવામાં પોલીસ તંત્ર નિષ્ફળ નિવડયું છે.

અન્ય સમાચારો પણ છે...