તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Bhuj News Annual Examination Of The University Will Be Held From March 5 2nd Phase 021141

યુનિ.ની વાર્ષિક પરીક્ષા 5 માર્ચથી: 2 તબકકામાં લેવાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ | ક્રાંતિગુરુ પંડિત શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિની વાર્ષિક પરીક્ષાની સંભવીત તારીખો જાહેર કરી દેવામાં આવી છે. આ પરીક્ષાનો પ્રારંભ 5 માર્ચથી થશે 2 તબકકામાં લેવાનાર પરીક્ષાનો બીજો દોર 19 માર્ચથી શરૂ થશે તેવું યુનિના સતાવાર સુત્રોએ આપેલી માહિતીમાં જણાવાયું છે.

કચ્છ યુનિની વેબસાઇટ પર મુકાયેલ પરીક્ષાની સતાવાર તારીખ અનુસાર સ્નાતક અને અનુસ્નાતકની વિવિધ 91 જેટલી પરીક્ષા યુનિ દ્વારા આ સમયગાળા દરમિયાન લેવાશે. 5 માર્ચે પરીક્ષાનું પ્રથમ ચરણ શરૂ થયા બાદ બીજો તબક્કો 19 માર્ચથી શરૂ કરવામાં આવશે.

સુત્રોની વાત માનીએ તો લોકસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે જો ચૂંટણીની તારીખ જાહેર થાય તો આ સંભવીત પરીક્ષાની તારીખમાં થોડો ફેરફાર થાય તેવી શકયતાને નકારાતી નથી. જોકે ગત વર્ષની તુલનાએ આ વખતે પરીક્ષા થોડી વહેલી જ લેવાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...