તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અંજાર તાલુકા પંચાયત સદસ્ય પક્ષાંતરધારા હેઠળ ગેરલાયક ઠર્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંજાર તાલુકા પંચાયતની ટપ્પર બેઠક પર કોંગ્રેસની ટિકીટ પર ચુંટાયા બાદ ગત વિધાનસભાની ચૂંટણી સમયે ભાજપમાં ભળી ગયેલા તાલુકા પંચાયત સદસ્ય અરજણ માતાને રાજયના પંચાયત વિભાગે પક્ષાંતર ધારા હેઠળ ગેરલાયક ઠેરવતાં રાજકિય આલમમાં ભારે હલચલ જાગી છે.

જિલ્લા પંચાયતના વિપક્ષી નેતા વી.કે.હુંબલની યાદીમાં જણાવ્યા અનુસાર ગત વિધાનસભા ચૂંટણી સમયે રાજમમંત્રી વાસણ આહિરે તાલુકા પંચાયતમાં ઉપપ્રમુખ કે કારોબારી ચેરમેન પદ આપવાની લોભ લાલચ આપી અરજણ માતાને ભાજપનો ખેસ પહેરાવી દીધો હતો. આ બાદ તેમણે કોંગ્રેના વ્હીપનો

... અનુસંધાન પાનાનં.7અનાદર કરી પ્રમુખ અને કારોબારી ચેરમેનની ચૂંટણી સમયે ભાજપને ટેકો આપ્યો હતો. આ અંગે કોંગ્રેસ પક્ષે રાજયના પંચાયત વિભાગમાં 1ઓગષ્ટ 2018ના અરજણ માતાને ગેરલાયક ઠરાવવા માટે અરજી દાખલ કરી હતી. પક્ષે તેમના એડવોકેટ કે.એચ.બ્રહમભટને રોકી દલીલો કરી હતી. પંચાયત વિભાગના અધિકારી દિલીપ રાવલે ગત તારીખ 28-12ના અરજણ માતાને સદસ્ય પદેથી ગેરલાયક ઠેરવ્યા હોવાનું એક યાદીમાં જણાવાયું છે.

હવે માંડવી તાલુકા પંચાયત પ્રમુખ સહિતનો વારો
હુંબલે જણાવ્યું કે માંડવી તાલુકા પંચાયત પ્રમુખ ગંગાબેન પટેલ અને અન્ય સભ્યોપક્ષપલ્ટો કરી ભાજપમાં જોડાઇ ગયા છે. તો લખપત તાલુકા પંચાયતના 2 સભ્યોલ પણ ભાજપમાં જોડાઇ ગયા છે. ત્યારે આ તમામને પણ ગેરલાયક ઠરાવવા અરજી કરાઇ છે. જે અંગેય ટુંક સમયમાં નિર્ણય લેવાશે.

અન્ય સમાચારો પણ છે...