તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભચાઉના શિકરા નજીક 3.2ની તીવ્રતાનો ભૂકંપ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
2001ના વિનાશકારી ભૂકંપના 18 વર્ષ બાદ પણ કચ્છની ધરતીનું પેટાળ હજુ શાંત પડયું નથી. શનિવારે મોડી સાંજે વાગડ ફોલ્ટ વધુ એકવાર 3ની તિવ્રતાના કંપનથી ધ્રુજી ઉઠયો હતો. ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી રિસર્ચ સેન્ટરમાંથી મળેલ માહિતી અનુસાર શનિવારે સાંજે પોણા સાત વાગ્યાના અરસામાં અનુભવાયેલ આ કંપનની રિકટર સ્કેલ પર તિવ્રતા 3.2ની આંકવામાં આવી હતી. આંચકાનું કેન્દ્રબિંદુ ભચાઉથી માત્ર 7 કિલોમિટર દુર શિકરા ગામ પાસે નોંધાયું હતુ઼ં. આ કંપનની અનુભુતી ભચાઉ અને તેની આસપાસના ગ્રામીણ વિસ્તારમાં થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...