તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Mandvi News A New Donor Will Not Be Able To Find A New Donor At Bidda For Seven Years 030009

બિદડામાં મેડિકલ કેમ્પ માટે સાત વર્ષ સુધી નવા દાતા શોધવા નહીં પડે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંડવી તાલુકાના બિદડામાં સર્વોદય ટ્રસ્ટ યોજિત 45મા મેડિકલ અને સર્જીકલ કેમ્પના ઉદ્દઘાટન પ્રસંગે દાનની સરવાણી વહી હતી જેમાં એનઆરઆઇ ફાઉન્ડેશને સંસ્થાની પ્રવૃત્તિઓથી પ્રભાવિત થઇને 1.11 કરોડના દાનનો ચેક અર્પણ કર્યો હતો. વર્ષ 2026 સુધી યોજાનારા મેડિકલ કેમ્પના મુખ્ય દાતાઓના નામની જાહેરાત કરાઇ હતી.

સખી દાતા રૂક્ષમીના શાંતિલાલ કેનિયા અને ડો. શાંતિલાલ કેનિયાના સહયોગથી યોજાયેલા કેમ્પને સાધ્વીના માંગલિક સાથે ખુલ્લો મુકાયો હતો. ટ્રસ્ટના પરિસરમાં નિમિતા કિશોર શાહના સહયોગથી નિર્માણ પામનારા વૈયાવચ્છ સંકુલનું ભૂમિ પૂજન કરાયું હતું. આગામી 7 વર્ષના મેડિકલ કેમ્પના દાતાઓના નામ રાકેશ શાહે જાહેર કર્યા હતા. ચેરમેન વિજય છેડાએ જણાવ્યું હતું કે, સેવાના વ્યાપ રૂપે બનાવાયેલા યુટીલિટી સેન્ટરનું 9 જાન્યુઆરીએ અમેરિકાના કોન્સ્યૂલેટ જનરલ એડગડ કાગનના હસ્તે લોકાર્પણ કરાશે. આ અવસરે પૂર્વ કેન્દ્રીય રેલમંત્રી દિનેશ ત્રિવેદી ઉપસ્થિત રહેશે. આવાનારા સમયમાં ઇમરજન્સી સારવાર માટે કેજ્યૂઅલટી વોર્ડનું નિર્માણ કરાશે તેમ તેમણે ઉમેર્યું હતું. કાર્યક્રમના અધ્યક્ષીય વક્તવ્યમાં મુલચંદ સાવલાએ દાતાઓની દીલેરીને બિરદાવી હતી.યુરોલોજી કેમ્પમાં ચકાસાયેલા 223 પૈકીના 35 દર્દીની નડિયાદના તબીબો દ્વારા શસ્ત્રક્રિયા કરાઇ હતી. ટ્રસ્ટમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનારા કર્મચારીઓનું સન્માન કરાયું હતું. પૂર્વ મંત્રી તારાચંદ છેડા, બિપિન ગાલા, મહેન્દ્ર શાહ, રમેશ મહેતા, ડો. સબનીશ સહિતના અગ્રણીઓ મંચસ્થ રહ્યા હતા. સંચાલન ધીરજભાઇએ અને આભાર દર્શન શાંતિભાઇ વીરાએ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...