તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોટા કપાયામાં ઉભેલા ટેમ્પા સાથે બાઇક અથડાતાં ચાલક ઘાયલ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુન્દ્રા તાલુકાના મોટા કપાયા ગામે પેટ્રોલ પંપ પાસે ઉભેલા છોટા હાથી (ટેમ્પા) સાથે બાઇક અથડાતાં ચાલક યુવાનને ઇજાઓ પહોંચતાં સારવાર માટે ભુજ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે ભુજ તાલુકાના ખારી ગામે રહેતા મોબીન દાઉદ જતીયા (ઉ.વ.22) પોતાની મોટર સાયકલ લઇને દેશલપરથી મુંન્દ્રા આવતો હતો ત્યારે મોટા કપાયા ગામ પાસ આવેલા પેટ્રોલ પંપ પર ઉભેલા છોટા હાથી સાથે બાઇક અથડાતાં ચાલક મોબીનને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી જેને સારવાર માટે ભુજની જનરલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાવ્યો હતો મુન્દ્રા પોલીસે બનાવની નોંધ લઇ આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...