તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

‘ફરિયાદ પાછી ખેંચ નહિં તો, પરીવારને ખેતરમાં દાટી દઇશ’

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અબડાસા તાલુકાના નાની વમોટી ગામની પરણિત મહિલાને આંતરીને ગામના જ બે શખ્સોએ બિભત્સ માંગણી કરી છેડતી કરી હતી આ બાબતે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ આરોપીએ ફરિયાદ કરનાર મહિલાના પૂત્રને ગુરૂવારે કુહાડી બતાવી ફરિયાદ પાછી ખેંચી લેજે નહી તો તારા પરિવારજનોને મારીને તારા જ ખેતરમાં દાટી દઇશું અને કોઇને ખબર નહી પડે તેવી ખુલ્લી ધમકી આપતાં નલિયા પોલીસ મથકમાં ગભરાયેલા યુવકે આરોપી વિરૂધ લેખિત અરજી કરી છે.

અબડાસાના નાની વમોટી ગામે રહેતી મહિલાને થોડા દિવસો અગાઉ ગામના જ કિશન મધુભા જાડેજા અને ગોવિંદ ખજુરીયા મહેશ્વરી નામના શખ્સોએ ખેતરે જતી વેળાએ આંતરીને બિભત્સ માંગણી કરી હાથ પકડીને છેડતી કરી હતી જે બાબતે નલિયા પોલીસમાં ભોગ બનારના પતિએ આરોપીઓ વિરૂધ ફરિયાદ કરી હતી બાદમાં આરોપી કિશન માધુભા જાડેજાએ ભોગબનાર મહિલાના પુત્રને કુહાડી બતાવી કહયું હતું કે તારી માને કહે જે ફરિયાદ પાછી ખેંચી લે નહીંતો તારા પરિવારજનોને તારા જ ખેતરમાં મારીને દાટી નાખીશ તેવી ખુલ્લી ધમકી આપતાં મહિલાના પૂત્રએ નલિયા પોલીસમાં આરોપી કિશન માધુભા જાડેજા વિરૂધ લેખિત ફરિયાદ કરી હતી. આ આરોપી દ્રારા મહિલાને અવાર નવાર ખેતર જતા રોડ પર છેડછાડ કરી પરેશાન કરે છે અને પોલીસે તેમના વિરૂધ કાર્યવાહી કરતાં છતાં આરોપીમાં કોઇ જ ફરક પડ્યો નથી ખુલ્લે આમ છેડખાની અને ખાનદાનને ખતમ કરી નાખવાની ધાકધમકી આપી રહયો છે તો તેના વિરૂધ કડક કાર્યવાહી કરવા પોલીસમાં રજુઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...