તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નખત્રાણાના નેત્રનિદાન કેમ્પમાં 194 દર્દીની તપાસણી કરાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નખત્રાણામાં ભોજાય સર્વોદય ટ્રસ્ટ અને સોમૈયા સર્વોદય ટ્રસ્ટ દ્વારા યોજાયેલા નેત્રનિદાન કેમ્પમાં મોતિયો, જામર, વેલ, આંખની એલર્જી સહિતની તકલીફોવાળા 194 જેટલા દર્દીની તપાસ કરાઇ હતી.

જરૂરત મુજબના દર્દીઓને દવા-ટીપાં નિ:શુલ્ક વિતરીત કરાયાં હતાં.

39 દર્દીને ઓપરેશન માટે ભોજાય સર્વોદય ટ્રસ્ટની હોસ્પિટલમાં રિફર કરાયા હતા જ્યાં તેમની મફત સર્જરી કરી અપાશે.

કેમ્પમાં ડો. અજયપાલ સિંગ, સોમૈયા હોસ્પિટલના ડો. એચ.આર. સોમૈયા, ડો. ભાવિકાબેન સોમૈયા, ડો. ચિરાગ મહેશ્વરી, મુકટલાલ અગ્રવાલ, કાર્તિક કારાણી, દેવેન શાહ, નવિન જંજક, કનૈયાલાલ ચૌહાણ સહિતનાએ સેવા આપી હતી.

અન્ય સમાચારો પણ છે...