તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કચ્છના 1.89 લાખ ઘેટાં-બકરાંને રસીકરણ કરાયું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્યભરમાં ચોમાસું નબળું રહેતા કચ્છના પશુપાલકો પોતાના માલઢોર સાથે ચોમાસાના અંતમાં જ રાજકોટ જિલ્લા ભણી આવ્યા હતા અને અલગ અલગ તાલુકાઓમાં શરણ લઇને દિવસો પસાર કરી રહ્યા છે.

જિલ્લા પશુપાલન વિભાગે તમામ તાલુકાઓમાં કર્મચારીઓને દોડાવીને કચ્છથી આવેલા પશુપાલકોના તમામ ઘેટાં બકરાંની તપાસ કરવામાં આવી હતી અને તમામ ઘેટાં-બકરાંને ખાસ પ્રકારની રસી મૂકવાની પ્રક્રિયા આરંભી હતી. પ્રક્રિયા બે માસ ચાલતા 1.89 લાખ બકરાઓને રસી અપાઈ ગઇ છે. હવે ફેબ્રુઆરી માસથી ગાય અને ભેંસનું રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, કચ્છમાં વરસાદ ન થવાની મુંગાઢોરો માટે વિકટ પરીસ્થિતિ ઉદભવી હતી જેથી માલધારીઓ કચ્છમાંથી વિવિધ વિસ્તારમાં હિજરત કરી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...