તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Gandhidham News 10 Years Of Imprisonment For Imprisonment And 10 Years Imprisonment For The Offender 035531

દુષ્કર્મ કેસના આરોપીને 10 વર્ષ સખત કેદ અને 20 હજારનો દંડ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામના સેક્ટર-5માં વર્ષ-2016માં બનેલી દુષ્કર્મની ઘટનાના આરોપીને ગાંધીધામ સેશન્સ અને સ્પેશિયલ પોક્સો કોર્ટના જજે 10 વર્ષની સખત કેદ અને રૂ.20,000 નો દંડ ફટકારી ધાક બેસાડો ચુકાદો સંભળાવ્યો હતો. ગાંધીધામ કોર્ટે નવા વર્ષમાં ત્રીજો મહત્વનો ચુકાદો સંભળાવ્યો છે.

ગાંધીધામના સેક્ટર-5માં આવેલી સથવારા કોલોનીના બ્લોક નંબર-410માં રહેતા ભાડુઆતની પુત્રી સાથે આ પ્લોટના માલિકના પુત્ર હિતેશ ઉર્ફે લાલો હરીભાઇ સથવારાએ તા.25 માર્ચ 2016ના બપોરે 3 વાગ્યાના આરસામાં તેના માતા પિતની ગેરહાજરીમાં ભોગ બનનારનો ભાઇ અને બહેન સૂતા સૂતા ટીવી જોઇ રહ્યા હતા તે દરમિયાન એકલતાનો લાભ લઇ દરવાજો ખુલ્લો હોવાથી અંદર પ્રવેશ કરી ફરિયાદીની દિકરી સાથે દુષ્કર્મ ગુજાર્યા બાદ આ વાત કોઇને કહીશ તો તારા ભાઇ અને પિતાને મારી નાખીશ એવી ધમકી આપી ગુનો આચર્યો હતો, આ બાબતે આ પ્લોટની અન્ય અોરડીમાં રહેતા ભાડુઆત હિતેષ ઉર્ફે લાલાને અંદર પ્રવેશતાં જોઇ જતાં આ વાત ભોગ બનનારના માતા-પિતાને જાણ કરતાં પિતાએ તા.26 માર્ચ 2016ના ગાંધીધામ બી-ડિવિનઝન પોલીસ મથકે આરોપી હિતેષ વીરુધ્ધ આઇપીસીની કલમ 376(2),506(2) તથા પોક્સો એક્ટની કલમ 4 મુજબ ગુનો નોંધાવ્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધા બાદ પુરાવાઓ એકઠા થયા બાદ કેસ કોર્ટમાં કમિટ કર્યો હતો જેમાં ફરિયાદ પક્ષે આવેલા પુરાવાઓ તથા સરકારી વકીલ એસ.જી.રાણાએ કરેલી ધારદાર દલીલો માન્ય રાખી ગાંધીધામ કોર્ટના બીજા અધિક સેશન્સ જજ અને સ્પેશીયલ પોક્સો કોર્ટના જજ આર.જી.દેવધરાએ આરોપી હિતેષ ઉર્ફે લાલો હરીભાઇ સથવારાને કસૂરવાર ઠેરવી 10 વર્ષની સખત કેદની સજા તેમજ રૂ.20,000 નો દંડ ફટકારી ધાક બેસાડતો ચુકાદો સંભળાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...