તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાનાડામાં બોગસ દસ્તાવેજ સાથે 10 લાખની છેતરપિંડી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અગાઉ અબડાસા તાલુકાના ભાનાડા સીમમાં આવેલા બે ખેતરોનું સાત વર્ષ અગાઉ મુંબઇવાસીએને વહેચાણ કર્યા હોવાનું જાણતા હોવા છતાં ફરી એજ ખેતરો અન્ય પાર્ટીને વહેચાણ કરી દઇ અને તેના બોગસ દસ્તાવેજ ઉભા કરી 10 લાખની છેતરપીડી કરતા ખેતરોના મુળ માલિક શીખે 14 આરોપીઓ વિરૂધ કોઠારા પોલીસ મથકમાં ફોજદારી નોંધાઇ છે.

પ્રાપ્ત વિગતો મુજબ તેમજ મુળ અમરતસર પંજાબના હાલ ભાનાડા રહેતા મેજરસિંઘ કુવરસિંઘ શીખ (ઉ.વ.67)ની ફરિયાદને ટાંકીને કોઠારા પોલીસ મથકના પીએસઓ જયતિભાઇએ જણાવ્યું હતું કે, છેતરપીંડીનો બનાવ ગત 8 જાન્યુઆરી2013થી આજ રોજ સુધી બન્યો હતો, ભાનાડાની સીમમાં આવેલા જમીન રેવેન્યુ સર્વ નંબર 92 તથા 93માં આવેલા ખેતરો તેમણે મુંબઇવાસી હેમરાજ માવજી ભાનુશાલી પાસેથી ખરીદ્યા હતા બાદમાં આજ ખેતરો ફરીથી અન્ય પર્ટીને વહેચી મારી ફરિયાદ સાથે 10 લાખની છેતરપીંડી અને વિશ્વાસધાત કરનાર 14 આરોપીઓ વિરૂધ કોઠારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.પોલીસે બનાવની નોંધ લઇ આગળની તપાસ પીએસઆઇ મૈડુએ હાથ ધરી છે.

આ 14 આરોપી સામે નોંધાયો છે ગુનો
હેમરાજ માવીજી ભાનુશાલી, ખીમબાઇ ખેણમજી સોઢા, આશરાયજી ખેણજી સોઢા, મેઘજી ખેણજી સોઢા, વીરબા ખેણજી સોઢા, હીરબા ખેણજી સોઢા, અમરબા ખેણજી સોઢા, લક્ષ્મીબા ખેણજી સોઢા, નીલબા અભેરાજજી સોઢા, માધુભા અભેરાજજી સોઢા, જોમબા કુવરજી સોઢા, જીવબા શીવુભા સોઢા, મેરૂભા માનસંગજી જાડેજા, તથા અરવિંદસિઘ અમરજીતસિંઘ શીખ સહિત 14 જણાઓ સામે છેતરપીંડીની ફરિયાદ નોંધાઇ છે.

અન્ય સમાચારો પણ છે...