તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Nadiad News Weapons Are Attacked On The Issue Of Fencing Fence Of Wire In Mahudha 030541

મહુધામાં તારની ફેન્સિંગ વાડ મુદ્દે મામલે હથિયારથી હૂમલો કરાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહુધાના મુલેજ ગામની સીમમાં તારની ફેન્સીંગ વાડ કરવા મામલે 6 ઇસમો દ્વારા ધારિયું, ભાલો અને લાકડીથી હુમલો કરવામાં આવતાં આ મામલે મહુધા પોલીસ દ્વારા ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.

ઉત્તરસંડા ખાતે રહેતા વિક્રમભાઇ પરમાર મહુધાના મુલેજ ગામ ખાતે સર્વે નંબર 17 અને 19 માં મજુરો સાથે તારની ફેન્સિંગની વાડ કરાવતાં હતા. શાંન્તાબેન કાનાજી ઝાલાના ખેતરમાં ફેનસીંગની કામગીરી ચાલી રહી હતી તે સમયે રાયસીંગ વાઘેલા હાથમાં ભાલો લઇને, વિક્રમ ઉર્ફે ટીનો રાયસિંગભાઇ વાઘેલા હાથમાં ધારિયું લઇને, રતન ઉર્ફે લાલો રાયસિંગભાઇ વાઘેલા તથા કોમલ હાથમાં લાડકી લઇને દોડી આવ્યા હતા અને વિક્રમભાઇને અપશબ્દો બોલી, અહીંયા તારની વાડ કેમ કરો છો તેમ કહી તકરાર કરી હતી. જ્યારબાદ ઉશ્કેરાયેલા રાયસિંગ વાઘેલાએ તેના હાથમાંથો ભાલો વિક્રમભાઇને મારવા જતાં, તેઓ ખસી ગયા હતા અને તેમને બચાવવા આગળ આવેલા ઇસ્માઇલભાઇને ભાલો હાથના બાવડાના ભાગે માર્યો હતો.

આ સમયે ઇસ્માલઇશાને બચાવવા વચ્ચે પડેલ મુનીરમીયાંને વિક્રમ ઉર્ફે ટીનાએ તેના હાથમાંનું ધારિયું ગળા પાસે માર્યું હતું, જેથી આ સમયે મુનીરમીયાને બચાવવા ઇસ્માલશા વચ્ચે પડતાં તેમના પગના સાથળે રતન ઉર્ફે લાલાએ ધારિયાનું પુઠ્ઠુ માર્યું હતું. જ્યારે કોમલે લાકડીથી માર માર્ગો હતો. વિક્રમભાઇ અને તેમની સાથેના માણસોને જાનથી મારી નાખવાની ધમકી આપી, ઘરે ગયા હતા. જ્યાંથી થોડીવાર બાદ રાયસીંગભાઇના ઘરેથી અતુલ શાહ (રહે.અમદાવાદ) તથા મુન્નાભાઇ (રહે.અમદાવાદ) બહાર આવ્યા હતા અને અપશબ્દો બોલી, ખેતરમાંથી નીકળી જાવ તેમ ધમકી આપી, આ બધાને જાનથી મારી નાખો અમારી સારી લાગવગ છે તેમ કહીને ધાકધમકી આપતાં હતા. આ મામલે મહુધા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...