તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેડામાં વાહન ચોર સક્રિય બન્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ખેડા નગરમાંથી બાઇક અને રીક્ષાની ચોરીને લઇને હાલમાં ખેડા ટાઉન પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. ટૂંકાગાળામાં બે વાહનોની ચોરીને લઇને નગરમાં વાહનચોરો સક્રિય થયા હોવાની ચર્ચા છે, ત્યારે પોલીસે હાલમાં સી.સી.ટી.વી. કેમેરાના આધારે તપાસ હાથ ધરી છે. ખેડાના કલોલી ખાતે રહેતા મહેશભાઇ ગોહેલ બાઇક લઇને ખેડા નગરમાં આવેલ અંબિકા કોમ્પલેક્ષ ખાતે ગયા હતા. બપોરે 1.10 વાગે તેઓએ પોતાનું બાઇક પાર્ક કર્યું હતું અને 1.30 ના અરસામાં તેઓ બહાર આવ્યા ત્યારે બાઇક ન જોતાં તપાસ કરી હતી. જેમાં નજીકની દુકાનમાં લાગેલ સી.સી.ટી.વી. કેમેરામાં એક સફેદ શર્ટમાં આવેલ ઇસમ બાઇક ચોરી જતો દેખાયો હતો. આ મામલે મહેશભાઇએ ખેડા ટાઉન પોલીસને જાણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...