તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Nadiad News Today39s Final Day For Filling The Form For The Municipal By Election 031022

પાલિકાની પેટાચૂંટણી માટે ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નડિયાદ અને ઠાસરા પાલિકાની બે બેઠકો માટે તા. 27 જાન્યુઆરીના રોજ યોજાનાર ચૂંટણીમાં શુક્રવારે માત્ર ઠાસરા બેઠક માટે મેન્ડેટ મળવાની આશાએ ભાજપમાંથી એક મહિલાએ ફોર્મ ભર્યુ હતું.

ઠાસરા બેઠકના વોર્ડ નં. 6ની ખાલી બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે સંગીતાબેન હરેશભાઇ પરમારે પોતાનું ઉમેદવારીપત્ર ભર્યુ હતું. જોકે, હજુ સુધી તેઓને પાર્ટીએ સત્તાવાર રીતે મેન્ડેટની ફાળવણી કરી નથી. હવે 12 જાન્યુઆરી (શનિવાર) ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. તેથી નડિયાદમાં કોંગ્રેસ તથા ઠાસરામાં પણ અપક્ષ સહિતના અન્ય ઉમેદવારો ફોર્મ ભરશે. નડિયાદમાં હજુ સુધી કોંગ્રેસે કોઇપણ ઉમેદવારને મેન્ડેટ આપ્યો નથી.

અન્ય સમાચારો પણ છે...