તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સૂર્યનો મકર રાશિમાં આજે પ્રવેશ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉત્તરાયણ પર્વે બારેય રાશિના જાતકોએ શેનું દાન કરવું?
સિંહ, ધન, મીન : ઘી,ખાંડ, સફેદ તલ, સફેદ કે પ્રિન્ટેડ કાપડ તથા રૂપાનું દાન કરવું

વૃષભ, કન્યા, મકર : કાળા તલ, સ્ટીલનું વાસણ, કાળું કપડું

કર્ક, તુલા, કુંભ : ઘઉં, ગોળ, લાલ કાપડ, લાલ તલ, તાંબાનું વાસણ

મેષ, મિથુન, વૃશ્ચિક : ચણાની દાળ, પીળું કાપડ, પિત્તળનું વાસણ

સંક્રાંતિનો પુણ્યકાળ સંક્રાંતિનો પુણ્યકાળ આ વર્ષે તા.15મીના રોજ કલાક 07 મિનિટ 29 થી લઇને કલાક 18 મિનીટ 24 સુધી રહેશે. આ સમય દરમિયાન કરવામાં આવેલું દાન અને સતકર્મ ભવિષ્યમાં લાભદાયી સાબિત થશે.

સંક્રાંતિનો પૂણ્યકાળ 15મી સુધી રહેશે
ઘવાયેલા પક્ષીઓને સારવાર માટે કંટ્રોલ રૂમ કાર્યરત કરાયા
ખેડાના પતંગ રસિયાઓને તંત્રની અપીલ સવારે 9 પહેલા, સાંજે 5 પછી પતંગ ન ઉડાડો
નડિયાદ : ખેડા જિલ્લામાં ઉત્તરાયણના તહેવાર દરમિયાન ઘવાયેલા એક પણ પક્ષીનું સારવારના અભાવે મૃત્યુ ન થાય તે માટે વન વિભાગ સહિત જિલ્લા પ્રશાસન દ્વારા સંવેદનશીલતા સાથે કરૂણા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. કલેક્ટર સુધીર પટેલે ખેડા જિલ્લાના પતંગ રસિયાઓને પક્ષીઓને ઘાયલ થતાં અટકાવવા માટે સવારે 9થી સાંજના 5 કલાક દરમિયાન પતંગ ઉડાવવા નમ્ર અનુરોધ કર્યો છે. ઉત્તરાયણ દરમિયાન ઘાયલ પક્ષીઓની સારવાર માટે વન વિભાગના સહયોગથી જિલ્લા પ્રશાસન દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાન દરમિયાન જિલ્લામાં વન વિભાગના 39, એનજીઓના 48 તેમજ 68 જેટલા ઉત્સુક યુવાનોની ટીમ સહિત કુલ 155 જેટલું માનવબળ ઘાયલ પક્ષીઓની સારવાર માટે તૈનાત કરવામાં આવ્યું છે. આ ઉપરાંત તાલુકા મથકોએ જનજાગૃતિ રેલી, એનજીઓ, સારસમિત્રો વન વિભાગના અધિકારી, કર્મચારીઓ દ્વારા સાયકલ, બાઇક રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

20મી સુધી કરુણા અભિયાન ચાલુ રહેશે
ઉત્તરાયણ દરમિયાન ઘાયલ થયેલા પક્ષીઓને બચાવવા માટે જિલ્લામાં 20મી સુધી કરૂણા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જિલ્લામાં ઘાયલ પક્ષીઓની સારવાર માટે આઠ કલેકશન સેન્ટર સહિત આઠ ઓટી પશુ દવાખાનામાં સારવારનું સઘન આયોજન કરવામાં આવ્યું છે. માતરમાં 12 સારસમિત્ર કાર્યરત છે. વન વિભાગ હસ્તકના આઠ રેન્જમાં દસ મોટર સાયકલ, ત્રણ ફોર વ્હીલ, 9 નંગ પાંજરા, 50 નંગ બકેટ તૈયાર રખાયા છે. ડો. ટી. કરૂપ્પાસામી, નાયબ વન સંરક્ષક, ખેડા.

અન્ય સમાચારો પણ છે...