તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કણજરીમાં ત્રણ આંગણવાડીઓના તાળા તૂટ્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કણજરી ગામે કુળદેવી માતાના મંદિર નજીક તરૂણાબેન પંકજભાઇ પટેલ રહે છે. તેઓ ફરજ બજાવતા નજીકની આંગણવાડી સહિત કુલ ત્રણ આંગણવાડીઓના તાળા તસ્કરોએ ગઇરાત્રિ દરમિયાન તોડ્યા હતા. જેમાંથી ગેસના ત્રણ ભરેલા અને ત્રણ ખાલી મળી કુલ 6 સિલિન્ડર, તેલના 4 ડબ્બા તથા 500 ગ્રામના તેલના પાઉચ 48 પેકેટ સહિત કુલ રૂા. 13,280/-ની મત્તાની ચોરી કરી પલાયન થઇ ગયા હતા. શનિવારે સવારે ઘટનાની જાણ થતા પંથકમાં ચકચાર મચી હતી. બનાવ અંગે તરૂણાબેન પટેલે ચકલાસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. બનાવના પગલે કણજરી પંથકમાં ફફડાટ ફેલાયો હતો.

અન્ય સમાચારો પણ છે...