તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માતરમાં બીટ જમાદારોને PSOની જવાબદારી સોંપાઈ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માતર પોલીસ મથકમાં કેટલાક સમયથી પીએસઓની ફરજ તરીકે બીટ જમાદારોની નિમણૂક કરાતાં ગણગણાટ ઊભો થયો છે. કારણ કે બીટના વિસ્તારમાં ચોરી કે અન્ય કામો રખડી પડતાં હોય છે.

માતર પોલીસ મથક હસ્તક 24 ગામડાઓ આવે છે. આ વિશાળ વિસ્તારમાં કાયદો અને સુરક્ષાની જાળવણી માટે મહેકમથી ઓછા પોલીસ જવાનો છે. છાશવારે આ વિસ્તારમાં કોમી છમકલા થતાં જ રહે છે. ત્યારે 24 થી વધુ ગામડાઓમાં અને આસપાસના હાઇવે તેમજ અન્ય વિસ્તારો મળી 20 કિલોમીટરથી વધુના એરિયાને સાચવવા માટે પોલીસ પ્રયત્ન કરે છે. જોકે છેલ્લા લાંબા સમયથી માતર પોલીસ મથકમાં પીએસઓની જગ્યા ખાલી છે.

અન્ય સમાચારો પણ છે...