તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લિંબાસી પોલીસે ડ્રો કાઢી વિશ્વાસઘાત કરનારને ઝડપ્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નડિયાદ : લિંબાસીમાં ડ્રો કાઢી લાખો રૂપિયાની છેતરપિંડી કરનાર આરોપીઓની એક પછી એક ખેડા જિલ્લા પોલીસ દ્વારા અટક કરવામાં આવી હતી. લિંબાસીમાં ડ્રો નું આયોજન કરીને અનેક લોકોને છેતરી, લાખો રૂપિયાની છેતરપિંડી - વિશ્વાસઘાત કરનાર આરોપીઓને ખેડા જિલ્લા પોલીસે એક પછી એક કરીને ઝડપી પાડ્યા હતા. આ ગુનાનો માસ્ટર માઇન્ડ કાળુભાઇ રબારી ફરાર હતો. જેમાં કાળુ રબારી તેના ઘરે લિંબાસી આવવાનો હોવાની બાતમી પોલીસને મળતાં, પોલીસ વોચમાં ગોઠવાઇ ગઇ હતી. દરમિયાન કાળુ રબારી આવતાં તેને તેના ઘરેથી અટક કરી, તેની તપાસ હાથ ધરી હતી. હાલમાં આરોપીને કોર્ટમાં રજૂ કરી, તેના રિમાન્ડ મેળવવાની તજવીજ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...