તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અજાણ્યા વાહન સાથે ટકરાતાં યુવાનનું મૃત્યુ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મૂળ આંધપ્રદેશના સતિષ માલપુડ્ડી ચંદ્રરાવ (33) છેલ્લા અનેક વર્ષોથી નડિયાદના પશ્ચિમ વિસ્તારમાં આવેલ શ્રીરંગ સોસાયટીમાં રહેતા તેમના માસી ક્રિશ્નાકુમારીની સાથે રહેતા હતા. સતિષ વાસદની એક ખાનગી કંપનીમાં નોકરી કરતાં હતા. સોમવારે નાઇટ શિફ્ટ હોઇ બપોરના સમયે સતિષ પોતાનું એવિએટર લઇને પીજ ચોકડી પાસે

અનુસંધાન પાના નં.3

બે પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવી
સતિષભાઈને સંતાનમાં બે દીકરી હતી, જેમાં એક 8 વર્ષની અને બીજી દીકરી 6 વર્ષની હતી. પતિનું અકસ્માતમાં મૃત્યુ થયું હોવાનું જાણી, પત્નીનાં આંસુ રોકાતાં જ નહોતાં. તેમનાં કરુણ આક્રંદથી વાતાવરણ ગમગીન બન્યું હતું. પરિવારના મોભીનું અકાળે મૃત્યુ થતાં બંને પુત્રીએ પિતાનું છત્ર ગુમાવ્યું હતું.

અકસ્માત કેસમાં વાહનચાલક વિરુદ્ધ ગુનો
નડિયાદ શહેરમાં સર્જાયેલ અકસ્માતમાં પશ્ચિમ પોલીસ દ્વારા મૃતક સતીષભાઇ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન સતિષભાઇ આગળ જઇ રહેલા કોઈ વાહનમાં પાછળથી અથડાયા હોવાનું જણાયું હતું.

હૉસ્પિટલમાં પત્ની જ્યાં રડી પડી ત્યાં જ ટ્રોમા સેન્ટરના બોર્ડે

ઘટનાની કરુણતા દર્શાવી.

આઘાતમાં સરી પડેલી પત્ની ધ્રૂસકે ધ્રૂસકે રડી પડી હતી.

અન્ય સમાચારો પણ છે...