તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નડિયાદ શારદા મંદિર સ્કૂલમાં રમતોત્સવ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નડિયાદ શહેરની શારદા મંદિર અનિતાબહેન દેવાંગભાઈ પટેલ (ઇપ્કોવાલા) ડે સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓના ખેલદિલીની ભાવના વિકસે તે હેતુસર રમોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

શહેરની શારદા મંદિર શાળાના ધો.7થી 12ના વિદ્યાર્થીઓ માટે સામૂહિક અને વ્યક્તિગત રમતો વિદ્યાર્થીની વયકક્ષા અને વ્યક્તિગત ગુણોનો વિકાસ થાય તેવી રમતો ગોઠવવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓએ ખૂબ આનંદ સાથે રમતોને જીવી અને હારજીતનું મહત્વ સમજ્યાં હતાં. આ રમતોત્સવ અંગે મેનેજિંગ ટ્રસ્ટી સુનિલભાઈ અને શાળાના આચાર્ય રાહગીરભાઈએ શુભેચ્છા પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...