તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લાલાજીના મુવાડામાં સસ્તા અનાજની દુકાનમાં વેચાણ ચાલું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કઠલાલના ફાગવેલ તાબેના લાલાપનાજીના મુવાડામાં સસ્તા અનાજની દુકાનને ગેરરીતિના કારણોસર મામલતદાર દ્વારા સીલ મારવામાં આવ્યું છે. છતાં ગેરકાયદેસર વેચાણ ચાલતું હોવાનો આક્ષેપ કરાયો છે. જેમાં કાર્ડધારકોને કૂપન આપ્યા સિવાય જુદી જ રીતે અનાજનો વેપલો કરાય છે.

લાલાપનાજીના મુવાડમાં 400થી વધુ રેશનકાર્ડ ધારકો છે. જેઓ ખેતમજૂરી કરીને ગુજરાન ચલાવે છે. આ ગામમાં ગોવિંદ અભેસિંહ ડાભીની સસ્તા અનાજની દુકાન છે. જેઓ સસ્તા અનાજનું સમયસર વિતરણ કરતા ન હોવાનું, ગ્રાહકોને કૂપનો આપતા ન હોવાનું તથા વધેલા અનાજનો જથ્થો બ્લેકમાં વેચાતો હોવાના આક્ષેપો કરાયા હતા. જેને લઇ કઠલાલના મામલતદાર દ્વારા આ દુકાનને સીલ કરાઇ છે. છતાં હુકમની ઐસીતૈસી કરીને પણ દુકાન ચલાવતા હોવાનું ગ્રામજનો જણાવે છે. કોઇ મોટા માથાના પીઠબળના કારણે તંત્ર પણ તેના હુકમની ઐસીતૈસી કરનાર સામે પગલાં લઇ શકતું નથી. હાલ ગામના 400થી વધુ કાર્ડધારકોને 7 કિ.મી. દૂર રેશન લેવા માટે જવું પડે છે.

અન્ય સમાચારો પણ છે...