તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહેમદાવાદમાં પશુઓને કતલખાને લઇ જતાં બચાવાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહેમદાવાદ પોલીસે બાતમીના આધારે પશુઓને કતલખાને લઇ જઇ રહેલ 2 ટ્રકને ઝડપી પાડી, ફરાર થઇ ગયેલા ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસે રૂ.20 લાખનો મુદ્દામાલ કબજે લઇ પશુઓને પાંજરાપોળમાં મોકલી આપવાની તજવીજ હાથ ધરાઈ છે.

મહેમદાવાદ પોલીસે બાતમીના આધારે આમસરણ પાટિયા પાસેથી બે ટ્રકમાંથી કતલખાને લઇ જવાઇ રહેલા 20 પશુઓને બચાવીને પોલીસે પાંજરાપોળમાં મોકલી આપવાની તજવીજ હાથ ધરી છે. પોલીસ બાતમીના આધારે જ્યારે સ્થળ ઉપર પહોંચી ત્યારે રોડની સાઇડમાં બે ટ્રક ઉભી હતી અને ત્યાં કોઇજ વ્યક્તિ હાજર ન હતું. પોલીસે ટ્રકમાં તપાસ કરતાં એક ટ્રકમાંથી 12 જ્યારે બીજી ટ્રકમાંથી 8 પશુઓ મળી આવ્યા હતા. પોલીસે રૂ. 18 લાખની કિંમતની બે ટ્રક અને રૂ. 2 લાખની કિંમતના પશુ મળી કુલ રૂ.20 લાખનો મુ્દ્દામાલ કબજે લઇ ટ્રકના ચાલકો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

મહેમદાવાદમાં પશુઓને કતલખાને લઇ જતાં બે ટ્રક પકડાયાં હતાં.

સેવાલિયા પોલીસે બે બળદોને કતલખાને લઇ જવાના બનાવમાં વધુ એકની અટક કરી
ભાસ્કર ન્યૂઝ | નડિયાદ

સેવાલિયા પોલીસે બાતમીના આધારે બે બળદોને કતલખાને લઇ જઇ રહેલ 1 મહિલા સહિત બે શખ્સોની ધરપકડ કરી હતી. જેઓને કોર્ટમાં રજૂ કરતાં, કોર્ટે તેમના 1 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.

સેવાલિયા પોલીસ દ્વારા અંગાડી નજીક ચપટિયા સ્કૂલ પાસેથી અશોક લેલન ગાડી નંબરમાં બે બળદોને ક્રુરતાપૂર્વક બાંધીને લઇ જઇ રહેલ ચાલક રઘુ કાના ભરવાડ તથા તેની સાથેની સંગીતાબેન ભલાભાઇ અમરાભાઇ ઠાકોર (રહે.બાલાસિનોર)ની અટક કરી હતી. બંનેને કોર્ટમાં રજૂ કરતાં, કોર્ટ 1 દિવસના રિમાન્ડ મંજુર કરતાં, સેવાલિયા પોલીસે બંનેની તપાસ હાથ ધરી હતી. જેમાં બાલાસિનોરના ભૂરા મુલ્તાની અને અંગાડીના યુનુસભાઇ ભઠિયારાનું નામ ખુલતાં, પોલીસે તપાસના અંતે યુનુસને ઝડપી પાડી તેને કોર્ટમાં રજૂ કરતાં, કોર્ટે તેને જ્યુડિશ્યલ કસ્ટડીમાં મોકલી આપવાનો હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...