તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પીપલગ ચોકડી પાસે દારૂની હેરાફેરી કરતી રિક્ષા ઝડપાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નડિયાદ નજીક પીપલગ ચોકડી પરના ને.હા.ના બ્રીજના છેડેથી શનિવારે સવારે કેરેટમાં ભરી દેશી દારૂની પોટલીઓની હેરાફેરી કરતી રિક્ષાને દબોચી લેવામાં આવી હતી. જ્યારે પોલીસની નજર સામેથી જ રિક્ષાનો ચાલક ફરાર થઇ ગયો હતો.

પીપલગ ચોકડી પાસે ને. હા.ના અમદાવાદ તરફના બ્રીજના છેડેથી શનિવારે સવારે પોણા દસ વાગ્યે પસાર થતી સીએનજી રિક્ષા નં. જીજે 07 અેટી 6482માં તપાસ કરતા તેમાંથી 6 પ્લાના મોટા કેરેટમાં 66 પ્લાની કોથળીઓમાં 3.3 લિટર લેખે રૂા. 3,960ની કિંમતનો 198 લિટર દેશી દારૂ મળી આવ્યો હતો. જ્યારે તેનો ચાલક પોલીસને ચકમો આપી ફરાર થઇ જવામાં સફળ રહ્યો હતો. બનાવ અંગે પશ્ચિમ પોલીસે રિક્ષાના ચાલક સામે કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...