તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેડામાં લારીઓ દૂર કરવા સામે વિરોધ હાઇકોર્ટમાં જવા સાથે હડતાળની ચીમકી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ખેડા ખાતે સરદાર ચોકમાંથી દબાણરૂપ લારીઓને હટાવવાના મુદે્ વિરોધ શરૂ થયો છે, અને લારીઓ જ્યાં હતી ત્યાં મૂકવા નહીં દેવાય તો હાઇકોર્ટના દ્વાર ખખડાવવાની તથા ભૂખ હડતાળ શરૂ કરવાની ચીમકી આપવામાં આવી છે. આ વિરોધ માટે એવું કારણ અાપવામાં આવ્યું છે કે 1993માં તત્કાલિન કલેક્ટર જી.સી. મુર્મુએ સરદાર ચોકમાં લારીઓ

અનુસંધાન પાના નં.3

હાલની જગ્યા લારીઓવાળાના અારોગ્ય સાથે ચેડાં સમાન
નગરના લાલ દરવાજા પાસે પાલિકાની બે રૂમો શોપીંગ સેન્ટરને વેચી કરાયેલ દબાણ હટાવાતા નથી.મહેમદાવાદ રોડ પર સરકારી પ્લોટ પાડી પાલિકાએ લાખો રૂપિયા ચાઉં કર્યા છે. તથા રાજા શોપીંગ સેન્ટરમાં પાર્કિંગની જગ્યા પાલિકાએ દુકાનદારોને વેચી પાર્કિંગ બંધ કર્યુ હોવાના આક્ષેપો કરાયા છે. જે સ્થળે લારીઓ માટે જગ્યા ફાળવી છ ત્યાં રોગચાળો ફાટી નીકળે એમ હોવા છતાં ચીફ ઓફિસર બિજલ સોલંકીએ ગટર ઉપર લારીઓ ઊભી રાખતા તેઓ બીમાર પડે કે મરી જાય તો અમારી જવાબદારી નથી.

અન્ય સમાચારો પણ છે...