તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Dakor News Only Devotees Of Dakor Are Worshiped By The Devotees Especially Today They Will Be Decorated 022601

ડાકોરમાં માત્ર ઉત્તરાયણે જ ભક્ત બોડાણાની આરતી થાય છે, આજે વિશેષ શણગાર કરાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
યાત્રાધામ ડાકોરમાં ઉત્તરાયણ પર્વની ઉજવણી નિમિત્તે ભારે ધસારો જોવા મળી રહ્યો છે. તેમાંય ઉત્તરાયણપર્વ નિમિત્તે ભક્તરાજ વિજયસિંહ બોડાણાની આરતીનું અનેરું મહત્વ રહેલું છે. વર્ષમાં એક વખત થતી આ આરતીમાં દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો હાજર રહે છે.

ડાકોરમાં ભગવાન રણછોડરાયને ભક્તરાજ વિજયસિંહ બોડાણા લાવ્યા હતા. આ ઉત્તરાયણપર્વ નિમિત્તે ભક્તરાજ વિજયસિંહ બોડાણાની આરતીનું અનેરું મહત્વ રહેલું છે. તેઓની આરતી ફકત ઉત્તરાયણ પર્વ નિમિત્તે જ કરવામાં આવે છે. ઉત્તરાયણ પર્વ નિમિત્તે ભક્ત બોડાણાના મંદિરને શણગારવામાં આવશે. જગતના તાતને ડાકોરમાં લાવ્યા હતા તે ભક્તરાજ બોડાણાની આરતીના દર્શન કરીને ભક્તો ધન્યતા અનુભવશે.

ડાકોરમાં ભક્ત બોડાણાનું મંદિર.

અન્ય સમાચારો પણ છે...