તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Nadiad News Only 63 Police Personnel To Monitor 1700 Societies In Nadiad West 032149

નડિયાદ પશ્ચિમમાં 1700 સોસાયટીઓ પર નજર રાખવા માત્ર 63 જ પોલીસ કર્મચારી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નડિયાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં ચોરીના વધતાં બનાવોને લઇને હાલમાં સ્થાનિકો રાત્રી પહેરો ભરતાં જોવા મળે છે. પશ્ચિમના કેટલાક વિસ્તારોમાં રહીશો પાળી બાંધીને રાત્રે પહેરો બને છે. જોકે પોલીસ પાસે સિમિત મહેકમ હોઇ તેમને માટે પણ સમગ્ર વિસ્તાર ઉપર નજર રાખવી અશક્ય છે. બીજી તરફ તસ્કરો પણ બેફામ બની એક પછી એક ચોરી કરી પોલીસને પડકાર ફેંકી રહ્યાં છે.

નડિયાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં 1700 સોસાયટીઓ આવેલી છે. આ સમગ્ર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા અને સુરક્ષાનું ધ્યાન રાખવા માટે નડિયાદ પશ્ચિમ પોલીસ મથકમાં 63નું જ મહેકમ છે. જેમાં ડ્યુટી મુજબ પોલીસકર્મીઓ ફરજ બનાવે છે. 1 પોલીસ ઇન્સપેક્ટર અને 1 પોલીસ સબ ઇન્સપેક્ટર સાથેના આ પોલીસ મથક અંતર્ગત આવતાં વિસ્તારમાં ચોરીના બનાવો સતત વધતાં હોઇ, હાલમાં આ વિસ્તારમાં સ્થાનિકો જ રાત્રે રાતપાળી કરીને પહેરો ભરે છે. શહેરના પીજ રોડ ઉપર આવેલ આનંદ નગર અને અશોક એવન્યુ સોસાયટીના રહીશો નિયમિત રીતે રાત્રે પાળી નક્કી કરીને પહેરો ભરે છે. છેલ્લા અનેક દિવસોથી આ સિલસિલો ચાલી રહ્યો છે. પશ્ચિમમાં સતત ચોરીના બનાવો વધી રહ્યા છે, જેને લઇને પોલીસે પણ પેટ્રોલીંગ સઘન બનાવ્યું છે, તેમ છતાં તસ્કરો હાથફેરો કરીને પોલીસને ચેલેન્જ આપી રહ્યા છે.

પશ્ચિમ વિસ્તારમાં કેટલીક શંકાસ્પદ વ્યક્તિઓની અવરજવર
ચોરીના બનાવો
ગીતાંજલી રોડ ઉપર તબીબના ઘરના તાળાં તોડી રૂ.5 લાખની ચોરી

મધરમેરી પાર્કમાં રૂ. 2.5 લાખની ચોરી

મારૂતિપાર્ક સોસાયટીમાં રૂ. 95000 ની ચોરી અન્ય એક મકાનમાંથી રોકડની ચોરી

આનંદ નગર સોસાયટીમાં અંદાજે રૂ.7 લાખની ચોરી

નડિયાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં દિવસભર કેટલાક શકમંદ ઇસમોની અવરજવર જોવા મળે છે. જેને લઇને કેટલીકવાર જાગૃત નગરજનો પોલીસને જાણ પણ કરે છે. આ ઉપરાંત પશ્ચિમના કેટલાક વિસ્તારોમાં અસામાજિક તત્વોની પણ અવરજવર અને કાયમી હાજરી જોવા મળે છે.

પેટ્રોલિંગ સઘન બનાવાયું છે
ચોરીના વધતા બનાવોને અટકાવવા માટે 5 નાકા પોઇન્ટ બનાવવામાં આવ્યા છે, 4 વાહનોમાં મોબાઇલ પેટ્રોલીંગ, પોલીસ અને જી.આર.ડી.નું પેટ્રોલીંગ ઉપરાંત લોકજાગૃતિના સેમિનાર કરવામાં આવ્યા છે. જેમાં લોકોને બહારગામ જાય તો પોલીસ મથકે જાણ કરવાની અપીલ કરવામાં આવી છે અને સોસાયટીમાં સી.સી.ટી.વી. લગાવવા માટે પણ લોકોને અપીલ કરી રહ્યા છીએ. આ ઉપરાંત શકમંદોની તપાસ પણ કરવામાં આવે છે.\\\' સી.જે. રાઠોડ, પોલીસ ઇન્સપેક્ટર, પશ્ચિમ પોલીસ મથક

અન્ય સમાચારો પણ છે...