તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગુજરાત ગેસમાં કર્મીઓ પગારને મામલે હડતાલ પર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહુધા ખાતેના ગુજરાત ગેસ લિમિટેડમાં કોન્ટ્રાક્ટ એજન્સીના કર્મીઓને પગાર તેમજ પીએફના પ્રશ્નોનુ નિરાકરણ ન આવતા આખરે એક દિવસીય હડતાલ પર ઉતરવાની વારી આવી છે.

ખેડા જિલ્લાના મોટાભાગના તાલુકા મથકો પર ગુજરાત ગેસના મુખ્ય કાર્યાલયો ખોલવામા પણ આવ્યા છે. આ વિભાગ દ્વારા ગેસના સપ્લાય માટે અંડરગ્રાઉન્ડ પાઇપો નાખવામાં આવી છે. જેની સાર સંભાળ માટે ગુજરાત ગેસ દ્વારા મહુધા સહિતના તાલુકા મથકો પર સુરતની દિવ્યા ટ્રેડલિંક નામની એજન્સીને ફિલ્ડ ટેક્નિકલ સ્ટાફ પૂરો પાડવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. જ્યા દિવ્યા ટ્રેડલિંક દ્વારા મહુધા ખાતે 15 જેટલા માણસો મુકવામા આવ્યા હતા. ટેકનીકલ સ્ટાફ પુરો પાડતી દિવ્યા ટ્રેડલિંક એજન્સી દ્વારા મહુધા ખાતે મુકેલા માણસોને સમયસર પગાર ચુકવવામા આવતો ન હતો.

અનુસંધાન પાના નં.3

અન્ય સમાચારો પણ છે...