તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Nadiad News Nadiad39s Santram Road Is Closed For Two Day Vehicle On The Occasion Of Uttarayan 032154

નડિયાદનો સંતરામ રોડ ઉત્તરાયણ નિમિત્તે બે દિવસ વાહન માટે બંધ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નડિયાદ શહેરના ટ્રાફિકથી ભરચક એવા સંતરામ રોડને 13મી અને 14મી જાન્યુઆરીના રોજ વાહન વ્યવહાર માટે બંધ કરવાનો નિર્ણય તંત્ર દ્વારા લેવામાં આવ્યો છે. આ રસ્તા પર ઉત્તરાયણ નિમિત્તે મોટી સંખ્યામાં ભીક્ષુકો એકત્ર થતાં હોવાથી કોઇ મોટો અકસ્માત ન સર્જાય તે માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. નડિયાદમાં મકરસંક્રાંતિના તહેવારના દિવસે સુપ્રસિદ્ધ સંતરામ મંદિર અને ડુમરાલ બજાર વિસ્તારમાં દાન મેળવવા અર્થે ભિક્ષુકો રોડની બન્ને બાજુએ બેસતાં હોય છે.

વાહન વ્યવહાર માટે 13મી સાંજથી જ રસ્તો બંધ કરી દેવામાં આવશે
નવા એસટી સ્ટેન્ડથી બહાર નિકળવાના વળાંકથી સંતરામ મંદિર તરફ જતો વાહન વ્યવહાર.

પીજ ભાગોળ ચોકથી જયંત શાહ હોસ્પિટલ તરફ જતો તમામ વાહન વ્યવહાર.

માઇ મંદિરથી વી.બી. પેટ્રોલ પંપ તરફ જતો તમામ વાહન વ્યવહાર.

વૈશાલી સિનેમા, રેલવે ગરનાળા તરફથી મોટી શાક માર્કટે તરફ આવતો તરફ જતો તમામ વાહન વ્યવહાર.

પેટલાદ રોડ, રેલવે ઓવર બ્રિજથી વી.કે.વી. રોડ સંતરામ મંદિર તરફ આવતો તમામ વાહન વ્યવહાર.

કિડની હોસ્પિટલ ચાર રસ્તાથી નાના કુંભનાથ રોડ થઇ પારસ સર્કલ તરફ આવતો તમામ વાહન વ્યવહાર.

મહા ગુજરાત ત્રણ રસ્તાથી સંતરામ મંદિર તરફ આવતો તમામ વાહન વ્યવહાર.

રબારી વાડ, સુરજબા પાર્ક, દેસાઇ વગા તરફથી ગ્લોબ સિનેમા તરફ આવતો તમામ વાહન વ્યવહાર.

ડુમરાલ બજારથી સંતરામ મંદિર તરફ આવતો તમામ વાહન વ્યવહાર

સંતરામ સોસાયટી, વકીલ સોસાયટી, ઓપન એન થિયેટર તથા વિઠ્ઠલ કન્યા વિદ્યાલય તરફથી સંતરામ રોડ તરફ આવતો તમામ વાહન વ્યવહાર.

વૈકલ્પીક વ્યવસ્થા

નવા જુના એસટી બસ સ્ટેન્ડથી નીકળતો તમામ વાહન વ્યવહાર જુના એસટી, શ્રેયસ રેલવે ગરનાળાના વળાંક થઇ રેલવે સ્ટેશન થઈ આરટીઓ થઇ શોસ્યલ કલબ તરફ જશે.

મહાગુજરાત હોસ્પિટલ ત્રણ રસ્તા તથા ડાકોર રોડ, ચકલાસી ભાગોળ, મરીડા રોડ તરફ આવતો તમામ વાહન વ્યવહાર કનીપુરા નાકા થઇ નડિયાદ શહેરમાં આવશે.

અન્ય સમાચારો પણ છે...