તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઓજારના ઉપયોગ પછી આ બાબતો ધ્યાન રાખો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મશીન અથવા ઓજારના વપરાશ પછી પણ કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી પડે છે. આ બાબતની કૃષિ વિજ્ઞાનીઓએ આપેલી માહિતી ખેડૂતો માટે ઘણી ઉપયોગી સાબિત થઈ શકે તેમ છે.

(૧) ખેત ઓજારો કે મશીનના વપરાશ પછી સારી રીતે સફાઈ કરવી જોઈએ (જે મોટા ભાગે થતી નથી) ઓટોમેટિક વાવણિયો, સ્પ્રેયર્સ ડસ્ટસ જેવા સાધનોને તો આંતરિક સફાઈ પણ કરવી જરૂરી હોય છે જેથી કરીને તેમાં રહી ગયેલ બીજ, ખાતર કે જંતુનાશક દવાની ઉપસ્થિતિથી મશીનના કોઈ ભાગને ક્ષતિ ન પહોંચે.

(૨) મશીનના વપરાશ દરમ્યાન ઢીલા પડેલા નટ બોલ્ટ ટાઈટ કરી લેવા જોઈએ જેથી મોટી નુકશાનીથી બચી શકાય અને જરૂરિયાતના સમયે મશીનમાં કોઈ ખરાબી ન થાય.

(૩) જુદા જુદા મશીનો માટે મશીન બનાવતી કંપનીની ભલામણ પ્રમાણેના ઈંજણો વાપરવા જોઈએ.

(૪) ડિસ્ક હેરો જેવા સાધનને એક જ્ગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે ટ્રાન્સપોર્ટ વ્હીલનો ઉપયોગ કરવો જોઈએ જેથી શકિતનો વ્યય ઓછો થાય અને ધસારો પણ ઓછો લાગે.

(૫)રિપર મશીનને પથ્થરવાળી જમીનમાં બ્લેડમાં ન આવે તે રીતે ચલાવવું. તેમજ ગોળાઈ /ખૂણાના ભાગોમાં પાક દાંતરડા દ્ધારા કાપી લેવાથી મશીન ચલાવવામાં સરળતા રહે છે,તેમજ પાકનો બગાડ ઓછો થાય છે.

ઊંડું ખેડાણ
અન્ય સમાચારો પણ છે...