તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Nadiad News In The Head Two And A Half Year Old Mahotsav Launches An Annual Hymphatic Yagya 032716

વડતાલમાં દ્વિશતાબ્દિ મહોત્સવે વાર્ષિક હોમાત્મક યજ્ઞનો પ્રારંભ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડતાલધામમાં વચનામૃત યજ્ઞથી પ્રારંભ થયો છે, ‘દ્વિશતાબ્દિ મહોત્સવ’ પર્યન્ત રોજ વડતાલ મંદિરના પ્રાંગણમાં ભૂદેવો દ્વારા હરિવાક્ય સુધા સિન્ધુનો હોમ અને વચનામૃત પઠન કરશે. આજથી મંગલ આરંભ પૂજ્ય આચાર્ય મહારાજ તથા સંતો ચેરમેન દેવપ્રકાશ સ્વામી, ધર્મજીવન સ્વામી, ડો.સંત સ્વામી, મુનિ સ્વામી તથા શ્યામવલ્લભ સ્વામીએ યજ્ઞશાળામાં હોમનો પ્રારંભ કરાવ્યો હતો. સંત ધર્મશાળામાં આવેલા સદગુરુ ગોપાળાનંદ સ્વામીના આસને વરિષ્ઠ સંત ધર્મજીવન સ્વામી તથા સહાયક કોઠારી ડો. સંત સ્વામીની પ્રેરણાથી રોજ સવારે પુરોહિત કિશોરચંદ્ર ભટ્ટના વડપણ હેઠળ ત્રણ ભૂદેવો વચનામૃત ગ્રંથનું પઠન કરશે. જ્યારે ત્રણ ભૂદેવો મંદિર પરિસરમાં આવેલા યજ્ઞશાળામાં સુધા સિન્ધુના હોમ કરશે અને એ સાથે વેદ મંત્રોચ્ચારથી મંદિર પરિસર ગૂંજી ઉઠશે. વચનામૃત યજ્ઞ પછીનું આ દ્વિતીય સત્ર સોમવારથી ઠેઠ આગામી કાર્તિકી સમૈયા સુધી ચાલશે.

અન્ય સમાચારો પણ છે...