તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Kapadvanj News For The Farmers Of Kapadvanj To Save The Crop The Tanker Has To Irrigate 031206

કપડવંજના ખેડૂતો પાક બચાવવા ટેન્કરથી સિંચાઇ કરવા મજબૂર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કપડવંજ તાલુકાના નિરમાલી અને તેની આસપાસના ઘણા બધા ગામોમાં સિંચાઇનું પાણી ન મળતાં જગતના તાત ખેડૂતોની હાલત કફોડી બની છે. આ વિસ્તારમાં પાણીની ખૂબ જ અછત હોવાથી ખેડૂતો પાણીની ટેન્કરથી જમીનમાં પિયત કરે છે.

આ અંગે નિરમાલી ગામના ખેડૂત હસમુખભાઈ ઇશ્વરભાઈ પટેલના જણાવ્યાનુસાર, વાત્રક નદીમાં કપડવંજ તાલુકાના તાલપોડા ગામની સીમમાં ચેકડેમ બનાવવા અંગે ઘણી વખત રજુઆતો કરવામાં આવી છે.

..અનુસંધાન પાના 3 પર

કપડવંજમાં ઉભા પાકને બચાવવા ખેડૂતો ટેન્કર મંગાવી પિયત કરે છે.

વીજળી મળી પણ પાણી મળતું નથી
હાલમાં સરકારે ડાર્કઝોન ઉઠાવી 3 ફેઇસ લાઇટ કનેકશનની વ્યવસ્થા આપી છે. પરંતુ પાણી વગર ખેડૂતો વલખા મારી રહ્યાં છે. કંઇક જમીનો પડતર પડી રહી છે અને ખેડૂત દિવસે દિવસે પાયમાલ થતો જાય છે. નદીની અંદર રેતીની ખેંચના લીધે નદી ઉંડી થવાના કારણે નદીમાં પાણી ઉભુ રહેતું નથી. ભેજ જળવાતો ન હોવાથી નદીનું પાણી ચોમાસામાં દરિયામાં જતુ રહે છે.

અન્ય સમાચારો પણ છે...