તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેવાલિયામાં ડાયાલિસિસ સેન્ટરનો પ્રારંભ કરાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગળતેશ્વરના સેવાલિયા ખાતે શ્રી કૃષ્ણ હોસ્પિટલ સંચાલિત સોનાબા હોસ્પિટલ અને સદાબા પ્રસુતિ ગૃહ ખાતે સવિતાબેન શાંતિભાઈ પટેલના હસ્તે સોમવારથી ડાયાલિસિસ સેન્ટરની શરૂઆત કરવામાં આવી હતી. આ ડાયાલિસિસ સેન્ટરથી સેવાલિયા ઉપરાંત ડાકોર, વણાકબોરી, ઠાસરા, ઉમરેઠ, કઠલાલ, મહુધા, કપડવંજ, સંતરામપુર, ગોધરા, હાલોલ કાલોલ વગેરે વિસ્તારના દર્દીઓને દુર સુધી ધક્કા ખાવામાં રાહત મળશે.

આ પ્રસંગે સોનાબા હોસ્પિટલના ચેરમેન કનુભાઈ પટેલ, દાતા ડો. જયંતીભાઈ પટેલ, શાંતિભાઈ પટેલ, પૂર્વ ચેરમેન નગીનભાઈ પટેલ, ઠાકોરભાઈ પટેલ, વસંતભાઈ પટેલ, ચરોતર આરોગ્ય મંડળના જાગૃત ભટ્ટ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...