તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કપડવંજમાં દિવ્યાંગ કેમ્પ પ્રમાણપત્ર એનાયત કરાયાં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેડા જિલ્લા વિકલાંગ પુર્નવસન કેન્દ્ર, સિવિલ હોસ્પિટલ નડિયાદ તથા વીએસ ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે કપડવંજ શહેર અને તાલુકાના દિવ્યાંગોને દિવ્યાંગ સીવીલ પ્રમાણપત્ર અને યુનિક આઈડીનો મેઘા કેમ્પ વીએસ ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટ ખાતે યોજવામાં આવ્યો હતો.

આ કેમ્પમાં મુખ્ય જિલ્લા તબીબી અધિકારી ડો. રાજેન્દ્ર પાઠક, વીએસ ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટના મંત્રી ડો. હરિશભાઈ કુંડલીયા, સીવીલ હોસ્પિટલના વિકલાંગ વિભાગના વડા ચંદ્રગોપાલસીંગ સહિત વિવિધ વિભાગના તબીબો હાજર રહ્યાં હતાં. જેમાં ઓડિયોલોજિસ્ટ પ્રદિપ પટેલ, આંખ વિભાગના ડો. પ્રતિક્ષાબહેન દેસાઇ, આંખ, નાક, કાનના ડો. મીતેષભાઈ પટેલ, ઓર્થોપેડીક સર્જન, સુર્યપ્રકાશ ચંદાણી, માનસિક રોગના ડો. અંકિત પંચાલ, સાયકોલોજિસ્ટ ડો. બીજીન થોમસ સહિતના તબીબોએ પરીક્ષણ કર્યું હતું. ઓર્થોપેડીક વિભાગમાં 243 રજીસ્ટ્રેશન, આંખ વિભાગના 79 રજીસ્ટ્રેશન, મંદબુદ્ધિ વિભાગના 124 રજીસ્ટ્રેશન, શ્રવણમદ વિભાગમાં 80 જેટલા લાભાર્થીઓનું રજિસ્ટ્રેશન થયું હતું. તાલુકામાંથી અંદાજે 525થી વધુ લોકોએ લાભ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...