તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખારીકટ કેનાલમાં કેમિકલના પાણી ભળતાં ખેતીને નુકસાન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેડા તાલુકાના પાણસોલી ગામે કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાયેલી રાત્રિ સભામાં ખેડૂતોના પ્રશ્નો ઊઠ્યાં હતાં. જેમાં ખારીકટ કેનાલમાં આવતા કેમિકલ પાણી અને ઓએનજીસીની પાઇપ લીકેજ થતાં જમીનોનો બગાડ થઇ રહ્યો હોવાનો સુર ઉઠ્યો હતો. આ અંગે કલેક્ટર યોગ્ય કરવા ખાત્રી આપી હતી.

પાણસોલી ગામે યોજાયેલી રાત્રિસભામાં માજી સરપંચ ગીરીશભાઈએ ગોબલજના તળાવનો પ્રશ્ન ઉઠાવ્યો હતો. આ તળાવમાં પાણીના જમણના કારણે જમીન ખરાબ થાય છે. માટે તળાવમાં બેભાગ કરી પાણસોલી બાજુના ભાગમાં આડબંધ કે પાળો નાંખવામાં આવે તો ખેડૂતોની જમીન સુધરી જાય તેમ છે. આ ઉપરાંત ખારીકટ કેનાલમાં જે 1995થી સતત પાણી વહે છે. જેમાં અમદાવાદ તરફથી આવતું પાણી ઓછું થયું છે. બીજી તરફ કેટલાક અસામાજીક તત્વો દ્વારા તેમાં પ્રદૂષિત પાણી ઠલવવામાં આવી રહ્યું છે. જેથી સિંચાઇ થતી હતી. આ ઉપરાંત ઓએનજીસી દ્વારા પાઇપલાઇનો નાંખવામાં આવી છે. જે લાઇન લીકેજ થતાં જ ઓઇલ ખેતરમાં ફેલાઇ જાય છે. ખેડૂત આ ઓઇલ ઉઠાવે તો તેની સામે કેસ થાય છે અને ઓએનજીસી દ્વારા કોઇ પગલાં લેવાતાં નથી. જેને કારણે છતે જમીને ખેતી કરી શકાતી નથી. આ જ પ્રશ્ને અગાઉ આંદોલન કરવામાં આવ્યું હતું. જેમાં 2010માં સર્વે પણ કરાયો હતો. પરંતુ હજુ સુધી તેનું વળતર મળ્યું નથી. આથી, આ તમામ પ્રશ્ને યોગ્ય કરવા માગણી કરવામાં આવી હતી.

ખેડાના પાણસોલી ગામે કલેક્ટરની અધ્યક્ષતામાં રાત્રિસભા યોજાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...