તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લીલવામાં ઘર પાછળથી જવા બાબતે તકરાર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કઠલાલના લીલવામાં ઘર પાછળથી પસાર થવાને લઇને બે ભાઇઓ વચ્ચે થયેલ તકરાર મામલે કઠલાલ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

કઠલાલના લીલવા ગામે રહેતા કાળુસિંહ ઉદેસિંહ ઝાલાએ પોતાના નાના ભાઇ ભૂપતસિંહના પત્નીને તેમના ઘર પાછળથી જવા બાબતે અપશબ્દો બોલતાં હોઇ, ભૂપતસિંહે અપશબ્દો બોલવાની ના પાડતાં, ઉશ્કેરાયેલા કાળુસિંહે ઘરમાંથી ધારિયું લઇ આવી, ભૂપતસિંહને ડાબા હાથના બાવડા ઉપર માર્યું હતું. આ મામલે કઠલાલ પોલીસે કાળુસિંહ વિરૂદ્ધ ગુનો નોંધી મામલાની વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...