તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તને જીવતો નહીં જવા દઉં તેવી ધમકી આપનાર સામે ફરિયાદ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નડિયાદના એક શખ્સે મિલ્કત સંબંધે કરાયેલા દાવાઓની અદાવત રાખી વાલવોડ (જિ. આણંદ)ખાતે એક વ્યક્તિને તેના મોબાઇલ પર અપશબ્દો બોલી ગોળીથી ઉડાવી દેવાની ધમકી આપી હતી. આ અંગે આણંદના ભાદરણ પોલીસ મથકે ગુનો નોંધાવ્યો છે.

આણંદના બાંધણી ગામે હરિશભાઇ ઇન્દુભાઇ પટેલ રહે છે. જેઓ અમેરિકામાં રહેતા પોતાના બનેવી બિપીનભાઇ પટેલની મિલ્કતનો કુલમુખત્યારનામા દ્વારા વહીવટ કરે છે. જેઓ તા. 15/11/2018ના રોજ વાલવોડ મુકામે ગયા હતા, ત્યારે નડિયાદના રહીશ નૈનેશ સુભાષભાઇ પટેલે મોબાઇલ પર હરિશભાઇ પટેલને અપશબ્દો બોલી ગોળી મારી દઇશ તેવી ગર્ભિત ધમકી આપી હતી. નડિયાદમાંથી તેને જીવતો નહીં જવા દેવાની ધમકી આપી હતી. બાદમાં તા.15/12/2018ના રોજ

અનુસંધાન પાના નં-3

આરોપીએ નડિયાદ બિલ્ડર્સ એસો.ના પ્રમુખ સામે ફરિયાદ કરી હતી
ગોળીથી મારી નાંખવાની ધમકી આપનાર આરોપી નૈનેશ સુભાષભાઇ પટેલે નડિયાદમાં નડિયાદ બિલ્ડર્સ એસોસિએશનના પ્રમુખ જે.ડી. પટેલ સામે પોતાને ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે. જ્યારે બીજાને ધમકી આપવાના ગુનામાં નૈનેશ પટેલ સામે ગુનો નોંધાયો છે.

અન્ય સમાચારો પણ છે...