તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શહેરીજનો પાસેથી વસ્તુઓ એકઠી કરી જરૂરિયાતમંદોને આપવામાં આવી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નડિયાદ શહેરમાં આવેલી શાળાના બાળકો દ્વારા ડોનેટ હોપ કાર્યક્રમ અંતર્ગત શહેરીજનો પાસેથી વિવિધ વસ્તુઓનું દાન સ્વીકારી તે વસ્તુઓ જરૂરિયાતમંદ બાળકોને આપવામાં આવી હતી. શહેરના 4 સેન્ટરો ઉપરથી અનેક વસ્તુઓ એકઠી કરવામાં આવી હતી.

જરૂરિયાતમંદને મદદ કરવાની વૃત્તિ બાળકોમાં નાનપણથી જ ખીલે તે માટે નડિયાદ શહેરમાં આવેલ નોલેજ હાઇસ્કુલ ફોર કિડ્સ દ્વારા એક અનોખા સેવાયજ્ઞની શરૂઆત કરવામાં આવી છે. જેમાં \\\'ડોનેટ હોપ\\\' કાર્યક્રમ અંતર્ગત શહેરીજનો પાસેથી કપડાં, બૂટ, સ્ટેશનરી, રમકડાં, જેવી અનેક વસ્તુઓનું દાન 4 સેન્ટરો ઉપર સ્વીકારવામાં આવ્યું હતું. શહેરના નાના કુંભનાથ રોડ, કિશન સમોસાના ખાંચામાં, પીજ રોડ અને બિલોદરા ગણપતિ મંદિર પાસેના 4 સેન્ટરો ઉપરથી દાન સ્વીકારવામાં આવ્યું હતું. જ્યારબાદ દાનમાં આવેલી વસ્તુઓને અલગ પાડી, તેને જરૂરિયાતમંદ બાળકો સુધી પહોંચાડવામાં આવી હતી. ગતવર્ષની જેમ આ વર્ષે પણ મોટી સંખ્યામાં શહેરીજનોએ આ સેવાયજ્ઞમાં ભાગ લઇ, સહયોગ આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...