તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચરોતરમાં ફરી કોલ્ડવેવ તાપમાન 7 ડિગ્રી પહોંચ્યું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં નવેસરથી થયેલા બરફ વર્ષાને પગલે તેની અસર હેઠળ ફરી એક વખત રાજ્યની સાથે આણંદ અને ખેડા જીલ્લામાં કોલ્ડવેવનું સામ્રાજ્ય સ્થપાઇ ગયું છે. જેને પગલે આણંદ શહેરનું લઘુતમ તાપમાન સોમવારે 7 ડીગ્રી સેલ્સીયસ નોંધાયું હતું. ગત આખું અઠવાડીયું કોલ્ડવેવ રહ્યા બાદ સોમવારથી ફરી એક વખત ચરોતર કોલ્ડવેવના શંકજામાં આવી ગયું છે.

આણંદ કૃષિ યુનિ.ના હવામાન વિભાગના અહેવાલ અનુસાર શહેરનું મહત્તમ તાપમાન સોમવારે મહત્તમ તાપમાન 27.05 ડીગ્રી હતું. જેના કારણે લોકોને આખો દિવસ ટાઢમાં થથરવું પડ્યું હતું. હવામાન વિભાગે જણાવ્યું હતું કે, ઉત્તર-પુર્વમાં થઈ રહેલ હીમવર્ષાની અસરને પગલે આ કાતિલ ઠંડીનો નવો દોર શરૂ થયો છે.

અન્ય સમાચારો પણ છે...