તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેડા અને ટીંબાના મુવાડા ગામ પાસે અકસ્માત સર્જાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેડા - મહેમદાવાદ રોડ ઉપર વિઠ્ઠલપુરા ગામના પાટિયા પાસે એક્ટિવા અને બાઇક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ધર્મેશ કાળીદાસભાઇ ઝાલા (રહે.મહેમદાવાદ), પારૂલબેન તથા શાંતાબેનને તેમજ એક્ટિવાના ચાલક રાજુભાઇ શનાભાઇ ચૌહાણને ઇજા થઇ હતી. આ મામલે ખેડા ટાઉન પોલીસે એક્ટિવાના ચાલક રાજુભાઇ ચૌહાણ વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

તો બીજો અકસ્માત સેવાલિયા પાસે ટીંબાના મુવાગા ગામ નજીકથી બેફામ ગતિએ પસાર થઇ રહેલ કારના ચાલકે આગળ જતી બાઇકને અડફેટે લેતાં, બાઇક ચાલક પ્રતાપભાઇ અને સાથેના હેમરાજભાઇને ઇજા થઇ હતી. અકસ્માત સર્જ્યા બાદ ગાડીનો ચાલક ગાડી મૂકીને ફરાર થઇ ગયો હતો. આ મામલે પન્નાલાલ પ્રતાપભાઇ લુહાર (રહે. માધવનગર, દશરથ, વડોદરા)ની ફરિયાદના આધારે સેવાલિયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...