ઠાસરાના ખીજલપુરમાં યુવક પર છરી અને બ્લેડથી હુમલો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઠાસરા તાલુકાના ખીજલપુરમાં એક યુવક પર કોઇ અજાણ્યા ઇસમોએ છરી અને બ્લેડથી હુમલો કરતા ચકચાર મચી છે. ઘાયલ યુવકને ડાકોર સરકારી દવાખાનામાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.

મહોળેલના રહેવાસી 23 વર્ષીય કિશનકુમાર સંપતરાય રાજપુરોહિત ડીજેનો ઓર્ડર પૂરો કરી પરત ફરતા હતા, ત્યારે ખીજલપુર પાસે આ યુવક પર અજાણ્યા ઇસમોએ છરી અને બ્લેડ વડે હુમલો કરી ખભા તથા પગના ભાગે લાતો મારવામાં આવી હતી. અજાણ્યા શખ્સો હુમલો કરી નાસી ગયા હતા. જ્યારે આ યુવકને છાતી તથા શરીર પર ઇજા થઇ હતી. બનાવની જાણ થતા ઇજાગ્રસ્ત યુવકના મિત્રો દોડી આવ્યા હતા, અને યુવકને તાત્કાલિક સારવાર અર્થે ડાકોરના સરકારી દવાખાને લઇ જતા પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. જોકે, આ લખાય છે, ત્યાં સુધી પોલીસે હજુ સુધી કોઇ ફરિયાદ નોંધી ન હોવાનું પીએસઓ તરફથી જણાવાયું હતું.

અન્ય સમાચારો પણ છે...