ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Gujarat » Ahmedabad Jilla » Ahmedabad» Suzuki Intruder 150 ad shoot in Ahmedabad, See The Video Hear

  સુઝુકી ઈન્ટ્રુડરની નવી ઍડમાં ઝીલાયેલું ખૂબસૂરત અમદાવાદ તમે જોયું?

  divyabhaskar.com | Last Modified - Apr 09, 2018, 07:33 PM IST

  જૅપનીસ ઑટો બ્રાન્ડ ‘સુઝુકી’એ પોતાની હાઈએન્ડ બાઈક ‘ઈન્ટ્રુડર’નું ઍડનું શૂટિંગ અમદાવાદનાં વિવિધ સ્થળોએ કરવામાં આવ્યું છે
  • સુઝુકી ઈન્ટ્રુડરની નવી ઍડમાં ઝીલાયેલું ખૂબસૂરત અમદાવાદ તમે જોયું?
   જૅપનીસ ઑટો બ્રાન્ડ ‘સુઝુકી’એ પોતાની હાઈએન્ડ બાઈક ‘ઈન્ટ્રુડર’નું નવું મૉડલ લૉન્ચ કર્યું છે.150 CCના આ બાઈકની કિંમત લગભગ 1.14 લાખ રૂપિયા જેટલી છે. બાઈક તો જાણે યુવાનોને આકર્ષી જ રહી છે પરંતુ તેની ઍડ પણ ચર્ચાસ્પદ બની છે. ખાસ કરીને ગુજરાતીઓ અને એમાંય અમદાવાદીઓને આ ઍડ જોઈને સુખદ આશ્ચર્ય થયું છે. કેમકે આ ઍડનું શૂટિંગ અમદાવાદનાં વિવિધ સ્થળોએ કરવામાં આવ્યું છે. આ ઍડમાં અમદાવાદનાં લીલાંછમ વિસ્તારો, સ્મૂધ રસ્તા દેખાય છે. સાબરમતી નદીનો પટ પણ દેખાય છે. જોકે ઍડમાં દેખાતી સાબરમતીમાં સૂકો પટ નજરે પડે છે. સાબરમતી રિવરફ્રન્ટ આ ઍડનું સૌથી નયનરમ્ય પાસું છે. માત્ર ‘નવું’ અમદાવાદ જ નહીં, નદી પારના જૂના વિસ્તારો પણ દેખાય છે. તેમાં ઈન્ટ્રુડર બાઈકનું ઝૂંડ રિલીફ રોડમાં એન્ટ્રી લે છે એ દૃશ્ય ડ્રોનની મદદથી શૂટ કરવામાં આવ્યું છે. મજાની વાત એ છે કે એ વખતે આખો રિલીફ રોડ બંધ અને ખાલી દેખાય છે. સામાન્ય દિવસોમાં રિલીફ રોડ પર આ રીતે વાહન ચલાવવાની જગ્યા જ હોતી નથી. ત્યારપછી આ બાઈકરેલી રિવરફ્રન્ટની વાટ પકડે છે. આ સમગ્ર ઍડમાં અમદાવાદ છે તેના કરતાં ક્યાંય વધુ સુંદર લાગે છે. અમદાવાદના રસ્તાઓ પણ એકદમ સ્મૂધ અને મોકળાશભર્યા લાગે છે. આ ઍડ રિવરફ્રન્ટના બૅકગ્રાઉન્ડ સાથે જ પૂરી થાય છે. તેમાં અમદાવાદની ઓળખ સમો એલિસબ્રિજ પણ દેખાય છે.આ ઍડમાં બાઈક ઉપરાંત અમદાવાદ પણ એક કેરેક્ટર તરીકે ઊભરી આવ્યું છે
  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Ahmedabad Jilla Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Suzuki Intruder 150 ad shoot in Ahmedabad, See The Video Hear
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Gujarat

  Trending

  Top
  `