મહિલાઓને રોજિંદા ઘરકામમાં કંટાળો આવવો તે સામાન્ય વાત છે. ત્યારે સોશિયલ મીડિયામાં મહિલાઓને કામે લાગે તેવા વીડિયોમાં અવાર-નવાર વાયરલ થતા રહે છે. હાલ એક મહિલાનો કપડાં સંકેલતો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં મહિલા કાગળના પૂઠ્ઠામાંથી બનાવેલા દેશી મશીનથી કપડાં સંકેલી રહી છે. જો તમને પણ કપડાં વાળાવામાં કંટાળો આવતો હોય તો આજે જ મફતમાં વસાવો આ મશીન.