• Gujarati News
  • When Birthday Boy Sachin Tendulkar Visit Gujarat State

કાઠિયાવાડમાં એક દિવસ ભૂલો પડ્યો'તો ક્રિકેટનો ભગવાન, તસવીરો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ક્રિકેટની દુનિયાનો ભગવાન કહેવાતો માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર આજે 24 એપ્રિલના દિવસે પોતાનો 41મો જન્મ દિવસ મનાવી રહ્યો છે. આ ખાસ પ્રસંગને સેલિબ્રેટ કરવા માટે અને વોટ આપીને દેશ પ્રત્યે પોતાની જવાબદારી અદા કરવા સચિન શારજાહમાં આઈપીએલને અધવચ્ચે છોડી મુંબઈ પરત ફર્યો છે. મુંબઈમાં આજે લોકસભાની ચુંટણી માટે વોટિંગ છે અને સચિને દેશ પ્રત્યે જવાદારી નિભાવતા વોટ પણ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જ સચિન ગુજરાતની મુલાકાતે પરિવાર સાથે આવ્યો હતો અને ગીર સોમનાથની સફર કરી હતી. તો આજે આપણે જોઈએ તેની એ મુલાકાત અને તેની ખાસ તસવીરો જેમાં સચિન ગુજરાતનો મહેમાન બન્યો હતો. ગુજરાતના પ્રદેશ સાસણ ગીરનાં જંગલમાં બે દિવસીય મુલાકાતે આવેલા ક્રિકેટનાં સરતાજ સચિન તેંડુલકર સોમનાથ દાદાના મંદિરમાં દર્શન કરવા પહોંચ્યા હતા. પરિવાર સાથે ગીર સેન્ચુરીમાં પહોંચી ગીર જંગલનું અનુપમ સૌંદર્ય અને કેસરી સિંહોની અદા નિહાળી ભારે રોમાંચીત થયા બાદ ક્રિકેટર સચિન ફેમીલી સાથે મહાદેવના દર્શન કરવા માટે સોમનાથ પહોંચ્યા હતા અને દર્શન કરી રવાના થઇ ગયા હતા.
સચિન સાથે પુત્રી સારા અને પુત્ર અર્જુન પણ હતા અને તેઓ 5 કારના કાફલા સાથે સોમનાથ પહોંચ્યા હતા. સચિને મંદિરમાં સોમનાથ દાદાના દર્શન કર્યા હતા અને ભોળાનાથને ગંગાજળ અભિષેક પણ કર્યો હતો. સોમનાથ ટ્રસ્ટના અધિકારીઓ પાસેથી મંદિર વિશે માહિતી પણ મેળવી હતી તે ઉપરાંત મંદિર ફરતે સચિને પ્રદક્ષિણા પણ કરી હતી. મંદિર બહાર પરિસરમાં માસ્ટર બ્લાસ્ટર સચિને ચક્કર પણ લગાવ્યા હતા.
પત્રકારો સાથે વાતચીત દરમ્યાન સચિન તેંડુલકરે જણાવ્યું હતું કે 'હું ભગવાન ભોળાનાથના દર્શન કરીને ધન્યતા અનુભવું છું અને મને અને મારા ફેમિલીને અહીં બહુ મજા આવી'. પત્રકારોએ બીજા સવાલો પુછતા સચિને કોઈ પણ મુદ્દે બોલવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો હતો અને એટલું જ કહ્યું હતું કે 'હું માત્ર અહીં મહાદેવના દર્શન કરવા માટે જ આવ્યો છું.'
સચિન સોમનાથમાં હોવાથી તેને જોવા માટે ભીડ પણ એકઠી થઇ હતી અને સચિનના આગમન વેળાએ લોકોના ટોળેટોળા મંદિર પરિષદથી લઈને અંદર સુધી જોવા મળ્યા હતા અને લગભગ અડધો કલાક સુધી લોકોએ સચિન... સચિનના નારા લગાવ્યા હતા.
આગળ ક્લિક કરો અને જુઓ ક્રિકેટના 'ભગવાન' સચિનની ગુજરાત સફરની ખાસ તસવીરો...