તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુજરાતનું 'સમરસ' બનેલું ગામ: અપાય છે ફ્રી પાણી, 15 વર્ષથી નથી યોજાઇ ચૂંટણી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક

સૌરાષ્ટ્રના પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના રાણાબોરડી ગામે નાગરિક સુવિઘાઓ માટે કંઇક અલગ કરી બતાવ્યું છે અને બીજા ગામો માટે પણ પ્રેરણા બની રહે તેવું સાબિત થયું છે. આ ગામની વસતિ માંડ 2100થી 2300ની છે. આ ગામમાં વિનામૂલ્યે પાણી, ગટરની સુવિધા, સોલાર સ્ટ્રીટલાઇટ, પાકા ક્રોન્ક્રિટ રોડ (સીસીરોડ), આરોગ્ય-શિક્ષણની પૂરતી સુવિધા ઊભી કરવામાં આવી છે.

ગામમાં પાકા રસ્તાઓ

ગામના સરપંચ સાંગાભાઇ મોરી ઈલેક્ટ્રિકલ એન્જિનીયર છે પરંતુ તેમણે સરકારી-ખાનગી નોકરી સ્વીકારવાના બદલે ગામમાં રહીને યથાશક્તિ કામગીરી કરી ગામની સંપુર્ણ સીકલ બદલી નાખી છે. વ્યવસાયે ખેડૂત એવા આ સરપંચ પ્રગતિશીલ ખેડૂત તરીકે ચીનની યાત્રા પણ કરી આવ્યા છે. આ ગામમાં પાકા રસ્તાઓ બાંધવામાં આવેલા છે અને સ્વચ્છતાની બાબતે પણ આગળ ઉતરી આવે તેવું છે.

ગામમાં ૧૫ વર્ષથી અહીં ચૂંટણી યોજાઈ નથી

રાણાબોરડી ગામને નવી દિલ્હીમાં યોજાયેલા એક સરકારી સમારોહમાં રાષ્ટ્રીય ગૌરવ ગ્રામસભાનો એવોર્ડ અને રૂ. 10 લાખનો પુરસ્કાર પણ અપાયો છે. એવોર્ડ વિજેતા ગામના સરપંચ સાંગાભાઈ કહે છે કે અમારા ગામમાં આંતરિક એકતાના કારણે ચૂંટણીની ખટપટમાં કોઈ પડયું નથી. અમારું ગામ 'સમરસ' બનેલું છે. ૧૫ વર્ષથી અહીં ચૂંટણી યોજાઈ નથી. અમારા ગામે અગાઉ 2001, 2006, 2011ના વર્ષમાં 'સમરસ ગ્રામ'નો એવોર્ડ, 2008માં 'નિર્મલ ગ્રામ' અને 2012માં સ્વર્ણિમ ગ્રામનો એવોર્ડ પ્રાપ્ત કરેલો છે.

આગળ જુઓ વધુ તસવીર...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો