તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગુજરાતના આ ગુરુકુળમાં ઋષિ પરંપરા પ્રમાણે શિક્ષણ લેવા વિદેશી વિદ્યાર્થીઓ આવે છે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદઃ બ્રિટીશરોના ભારતમાં શાસન બાદ લગભગ 1850 પછી ભારતીય શિક્ષણ વ્યવસ્થા પ્રમાણે અપાતા પ્રાચીન શિક્ષણને મેકોલ શિક્ષણમાં ફેરવી ભારતીય વ્યવસ્થાને તોડવાનો ગોરાઓનો બહુ મોટા પ્રયોગ ભારતમાં સફળ રહ્યો હતો. પરંતુ આ મેકોલો શિક્ષણ વ્યવસ્થા બાળકોને માત્ર નોકરીયાત અથવા સંસ્કેન્દ્રીત બનાવી દેતા હોય છે. આવા સમયમાં અમદાવાદના સાબરમતીમાં આવેલા હેમચંદ્રાચાર્ય સંસ્કૃત પાઠશાળા (ગુરુકુલમ)માં બાળકોને સંપૂર્ણ પ્રાચીન ભારતીય વ્યવસ્થા અનુસાર 72 કળાઓ સાથે નિશુલ્ક શિક્ષણ આપવામાં આવે છે.

 

જેમાં લગભગ હાલમાં 120થી વધારે દિકરાઓ અને 225થી વધારે દીકરીઓ અભ્યાસ કરે છે. આ સાથે બાળકો પ્રાચીન ઋષિમુનિ ગુરુકુળ અનુસાર દિકરાઓ 72 કળાઓ અને દીકરીઓ 64 કળાઓ શીખે છે. આ શિક્ષણ વ્યવસ્થામાંથી નિપૂણ બનેલા બાળકો આજે વિશ્વ લેવલની સ્પર્ધાઓમાં પણ આંતરરાષ્ટ્રીય એવોર્ડ જીત્યા છે. આ ગુરુકુળમાં પ્રાચીન ભારતીય શિક્ષણ લેવા વિદેશના 10 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. અહીં નેપાળાના 3, લંડનનો એક, ઓસ્ટ્રેલિયાનો એક અને સિંગાપોરથી એક વિદ્યાર્થી શિક્ષણ લે છે.  આ સાથે ભારતના 17થી વધારે રાજ્યોમાંથી વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.

 

ગુરુકુળના બાળકોની વિશેષતાઓઃ

 

*1000થી વધારે સંસ્કૃત શ્લોક કંઠસ્થ

 

*200થી વધારે દેશી રમતો રમે છે

 

*30થી વધારે પ્રાચીન વાદ્યો વગાડે છે

 

*ચુલા પર રસોઇ અને ઓર્ગેનિક ભોજન

 

*બાળકો જાતે જ્યોતિશાસ્ત્રમાંથી મૂર્હત કાઢે છે

 

*એક બાળક વૈદિક ગણિત સાથે ગાણિતીક સ્પર્ધામાં વર્લ્ડ ચેમ્પિયન

 

 

ગુરુકુળના બાળકોની કળાઓ જોવા આગળ ક્લિક કરો...

અન્ય સમાચારો પણ છે...