આમ તેમ ન જુઓ, ગુજરાતની આ તસવીરો કરી દેશે મંત્રમુગ્ધ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરતમાં ટ્રાફિક કંટ્રોલ માટે ધારાસભ્ય રસ્તા પર ઊતર્યા

સુરત વરાછામાં ટ્રાફિક સમસ્યા વર્ષોથી જેમની તેમ છે. અહીં ટ્રાફિક નિયમન માટે પોલીસને દોષ દેવો કે લોકોમાં ટ્રાફિક સેન્સ વિકસાવવી એ હંમેશા ચર્ચાનો મુદ્દો રહ્યો છે પરંતુ રવિવારે વરાછામાં એક અલગ દ્રશ્ય ભજવાયું. કાપોદ્રાના ભરચક ટ્રાફિકમાં પોલીસ સાઈડમાં હતી વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણી તેમના સંખ્યાબંધ ટેકેદારો સાથે રસ્તા પર ટ્રાફિક નિયમન માટે ઉતરી આવ્યા હતા. વરાછામાં ગંભીર બની ગયેલી ટ્રાફિકની સમસ્યા અંગે અનેકવાર લેખીત અને માર્મિક રજૂઆતો કરવા છતાં ટ્રાફિક પ્રશ્ન હલ નહીં થયો હોવાની પોતાની માગણીને અલગ રીતે રજૂ કરવા કાપોદ્રા ટ્રાફિક પોઇન્ટ પર ધારાસભ્ય કુમાર કાનાણી સાથે ભાજપના કાર્યકરોએ વિવિધ સંસ્થાઓના આગેવાનોની હાજરીમાં ટ્રાફિક કોન્ટેબલની જેમ હાથમાં દંડો અને વ્હીસલ લઇને એકાદ કલાક સુધી ટ્રાફિક કંટ્રોલ કર્યો હતો.

ગુજરાતભરની આજની તસવીરો જોવા માટે તસવીરો આગળ ક્લિક કરતા જાવ...