તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

'ભાનુક્ષેત્ર' તરીકે પ્રસિદ્ધ હતું ગામ, જ્યાં બિરાજ્યા છે ત્રિલોચનધારી ગણપતિ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદઃ હાલમાં રાજ્યભરમાં ગણેશ ઉત્સવનો માહોલ ચાલી રહ્યો છે. ત્યારે વિવિધ સ્થળઓએ આવેલા અનોખુ મહાત્મ્ય ધરાવતા ગણપતિ મંદિરો આવેલા છે. જે પૈકીનું એક એટલે ભરૂચ જીલ્લાના જંબુસર તાલુકા મથકેથી માત્ર એક કિલોમીટર દૂર આવેલું ભાણખેતર ગામ. જેનું મૂળ નામ 'ભાનુક્ષેત્ર' હતું. જ્યાં સદીઓ પહેલા મહર્ષિ યાજ્ઞવલ્ક્યજી એ તપ કરી ને ભાનુ(સૂર્ય)ની ઉપાસના કરી અને સૂર્યને નીચે ઉતરવાની ફરજ પાડી હતી. તેથી આ તપોભૂમિ ભાનુક્ષેત્ર તરીકે પ્રસિદ્ધ થઇ. સમયના વહેણની સાથે ભાનુક્ષેત્રનું અપભ્રંસ થઇ ભાણખેતર નામે આજે પ્રચલીત થયું છે.
આવું સ્વરૂપ અને આવી વિરાટ પ્રતિમા બીજે ક્યાંય નથી

જંબુસર તાલુકામાં આવેલું આ ભાણખેતર ગામે આશરે ૪૦૦ વર્ષ પહેલાં સાધુ મહાત્માઓની સાથે મોતીરામજીની પવિત્ર ભૂમિ પર માટી, ચુના અને કામળી ના મિશ્રણ માંથી બેઠેલા ગણપતિની મૂર્તિ બનાવવમાં આવી હતી. જે આજે પણ એજ સ્થિતિમાં છે. ગણપતિની મૂર્તિ શંકર સ્વરૂપ, ત્રિનેત્રાય, એકદંતાય, લંબોદર, ચંદ્રમૌલેશ્વર અને જમણી સૂંઢથી દૈદિપ્યમાન છે. આવું સ્વરૂપ અને આવી વિરાટ પ્રતિમા બીજે ક્યાંય નથી. આ ગણપતિ ચમત્કારી, સૌનું કલ્યાણ કરનાર, વિઘ્નહર્તા અને સર્વમંગલ કર્તા દેવ છે. આ મંદિરમાં અવારનવાર સ્વયંભૂ શંખનાદ સંભળાતો હોવાની દંતકથા પણ જોડાયેલી છે.
ધાર્મિક અથવા માંગલિક કાર્ય નો આરંભ ગણેશજીની પુજા થકી થાય છે

ભાણખેતર ગામે અન્ય દેવી દેવતા ઓ ના મંદિર પણ આવેલા છે જેમાં મસાણીમાતા,રામજી મંદિર, પૌરાણિક મંદિર તથા વૈષ્ણવો ની બેઠકો પૈકી ની હરિરાયજી મહાપ્રભુજી ની બેઠક પણ આવેલી છે. સનાતન વૈદીક હિન્દૂ ધર્મ ના ઉપાસક દેવતાઓ માં ભગવાન ગણેશજી ખુબ જ મહત્વ ધરાવે છે. અહીં યોજાતા ધાર્મિક અથવા માંગલિક કાર્ય નો આરંભ ગણેશજીની પુજા આરાધના વિના મહત્વપૂર્ણ રહેતો નથી.
મહિલાઓ ગણપતિની આરાધનામાં લીન થઇ જાય છે

ગણેશ નો અર્થ છે કે ગુણો ના સ્વામી,આપણાં શરીર માં પાંચ જ્ઞાનેન્દ્રીયો,પાંચ કર્મેન્દ્રીઓ તથા ચાર અંતઃકરણ છે. આની પાછળ જે શક્તિઓ છે એને જ ૧૪ દેવતા કહેવાય છે. રિદ્ધિ-સિદ્ધિ ના દાતા ગણપતિ બાપા ના ગણેશ ચોથ ના દિવસ થી અબાલવૃદ્ધ સૌ તેઓ ની આરાધના કરવા લાગ્યા છે. ભાણખેતર ગણપતિના મંદિરે દરરોજ ગામ ની મહિલા મંડળ દ્વારા ભજન-કિર્તન કરવામાં આવે છે. મહિલાઓ ગણપતિની આરાધનામાં લીન થઇ જાય છે.
વધુ તસવીરો જૂઓ આગળની સ્લાઈડ્સમાં.....
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો