આ ગુજ્જુ બહેનોએ તીરંદાજીમાં માર્યા અનેક 'તીર', 4 વખત જીત્યા ગોલ્ડમેડલ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ: અરવલ્લી જિલ્લાના ગરીબ આદિવાસી પરીવારની બે વિદ્યાર્થીનીઓએ પોતાની મહેનત અને લગનથી રાજ્યકક્ષાએ નામ રોશન કર્યું છે. લુસડીયા હાઇસ્કુલની બે વિદ્યાર્થીનીઓ એ તીરંદાજીની રમતમાં રાષ્ટ્રીયકક્ષાએ ચાર વખત ગોલ્ડમેડલ મેળવી આંતરરાષ્ટ્રીય કક્ષાએ દેશને મેડલ અપાવવાની ખેવના સાથે જિલ્લા, રાજ્ય અને દેશનું ગૌરવ વધાર્યું છે. આ બંને ગરબી બહેનો પાસે રહેવા માટે પાકુ ઘર પણ નથી.
 
અરવલ્લી જિલ્લાના અંતરિયાળ અને આદિવાસી વિસ્તાર એવા શામળાજી પાસે નાના કંથારીયા ગામે ખુબ જ ગરીબ પરિવારમાં જન્મેલી પિનલ સુવેરા અને અર્ચના સુવેરા બંને સગી બહેનો પોતાના ગામથી ત્રણ કિલોમીટર દૂર આવેલા લુસડીયા ગામે અભ્યાસ કરે છે બંને દીકરીઓના પિતા આસપાસ મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે. રોડથી 2 કિલોમીટર દૂર પહાડી વિસ્તારમાં એક કાચા મકાનમાં આખો પરિવાર રહે છે. અર્ચના ધોરણ 12માં અભ્યાસ કરે છે જ્યારે પિનલ ધોરણ 10 માં અભ્યાસ કરે છે. બંને દીકરીઓ પોતાની માતૃ શાળામાં તીરંદાજીની રમત માટેનો કેમ્પ આવ્યો હતો. તેમાં તીરંદાજીની તાલીમ લેવા લાગી ધીરે ધીરે તાલીમ દરમિયાન આ રમત પર તેમનો લગાવ વધવા લાગ્યો અને તીરના નિશાનમાં સફળ થતાં ગયા જેથી સ્કુલ સંચાલકો દ્વારા બંને બહેનો માટે રાજસ્થાનથી કોચ બોલાવી વધુ પ્રેક્ટિસ કરાવવામાં આવી હતી.
 
આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને વાંચો બંને બહેનો સમગ્ર વિશ્વમાં ભારતનું નામ રોશન કરવા માગે છે....
અન્ય સમાચારો પણ છે...